ઓખામાં કોલસાના ઢગલામાં ભયાનક આગ, સળગતા અંગારા પવનમાં ફંટાતા ભયાનક દ્રશ્યો
ઓખા : એક તરફ વાવાઝોડાના લેન્ડફોલના કારણે ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ઓખા બંદરે કોલસાના ઢગલામાં આગ ભડકી હતી. ઓખા…
ADVERTISEMENT
ઓખા : એક તરફ વાવાઝોડાના લેન્ડફોલના કારણે ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ઓખા બંદરે કોલસાના ઢગલામાં આગ ભડકી હતી. ઓખા બંદર પર વિકરાળ સ્થિતિનું સર્જન થયું છે. મળતી માહિતી અનુસાર ઓખઆ બંદરે રખાયેલા કોલસાના વિશાળ ઢગલામાં આગ લાગી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ભારે પવનના કારણે આગને ભરપુર ઓક્સિજન મળતા આગ ભડકે બળી ગઇ છે. ભારે પવનના કારણે હવે આ કોલસાના સળગતા અંશો આસપાસમાં પણ ફેલાઇ રહ્યા છે. જેના કારણે આગ આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઇને વિકરાળ બને તેવી શક્યતા છે.
એક તરફ ઓખઆ બંદરે વાવાઝોડાના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. બીજી તરફ જેટ્ટી પર કોલસાના ઢગલામાં આગ લાગી ગઇ છે. જો કે આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઉપરાંત આ વિસ્તાર હાલ જવા માટે પ્રતિબંધિત હોવાથી અને ભારે પવન ફુંકાઇ રહ્યો હોવાના કારણે અહીં આગ ઓલવવાની પ્રક્રિયા પણ લગભગ શક્ય નથી.
પવનમાં હાલ કોલકાના સળગતા અંગારા ચોતરફ ફંટાઇ રહ્યા છે. જેના કારણે તે અન્ય કોઇ જ્વલંતશીલ પદાર્થ પર પડે તો ત્યાંથી પણ આગ લાગે તેવી શક્યતા છે. વાવાઝોડામાં આ આગ વધારે ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી પાંચ કલાક સુધી વાવાઝોડાની અસર જોવા મળશે. જેના કારણે કચ્છ અને દ્વારકાના દરિયા કિનારે ભારે તબાહી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT