ખેડબ્રહ્મામાં કાર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત,એક જ પરિવારના ત્રણ લોકોના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠા: રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે અકસ્માતથી મૃત્યુના કેસમાં પણ વધારો થયો છે. આ દરમિયાન ગઇકાલે રાત્રે ખેડબ્રહ્મા શહેરમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગઇકાલે રાત્રે બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે બે લોકોના મોત થયા હતા. ત્યારે એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન ત્રીજા વ્યક્તિનું મોત થયું છે.

એક જ પરિવારના ત્રણ સભ્યો બાઇક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન કારે પાછળથી ટક્કર મારતા અકસમત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇક સાથે કાર અથડાયા બાદ કાર પણ પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે માતા પુત્રના ઘટના સ્થળે જ મોત થયા હતા.

ADVERTISEMENT

એક જ પરિવારના 3 લોકોના મોત
અકસ્માતની જાણ થતાજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે અકસ્માતને પગલે કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ખેડબ્રહ્મામાં શોકની લાગણી પ્રસરી છે. બીજી તરફ અકસ્માતને પગલે કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે બીજી તરફ કારમાં સવાર અન્ય ત્રણ લોકો ફરાર છે. પોલીસે તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

(વિથ ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT