Temple Controversy: હનુમાનજીને વધુ એકવાર સુરેન્દ્રનગરના મંદિરમાં દર્શાવાયા સ્વામિનારાયણના દાસ તરીકે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Salangpur Temple Controversy: સાળંગપુર મંદિર (Salangpur Temple)ના વિવાદ વચ્ચે એક પછી એક મંદિરોમાં હનુમાનજી (Hanumanji)ને સ્વામિનારાયણ (Swaminarayan) ભગવાનની સેવા કરતા દર્શાવ્યાનો વિવાદ શરૂ થયો છે. હાલમાં સાળંગપુર ઉપરાંત કુંડળધામનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલું વણીન્દ્રિ ધામ પણ વિવાદમાં આવ્યું છે. અહીં એક તસવીરમાં હનુમાનજી નિલકંઠવર્ણીની સેવા કરતા દર્શાવ્યા છે. અહીં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂજ્ય ગણાતા નિલકંઠવર્ણીને ફળ અર્પણ કરતા દર્શાવાયા છે. જેને લઈને વિવાદમાં વધુ એક સ્વામિનારાયણ મંદિર આવ્યું છે.

પાટડી ધામમાં શરૂ થયો વિવાદ

સુરેન્દ્રનગરમાં આવેલા વણીન્દ્રિમાં એક ચિત્રમાં જોઈ શકાય છે કે હનુમાનજી નિલકંઠવર્ણીને ફળો આપી રહ્યા છે. આમ હનુમાનજી નિલકંઠવર્ણીના ભક્ત કે દાસ તરીકે દર્શાવાઈ રહ્યા છે તેવી વાત સાથે વિવાદ શરૂ થયો છે. સંતો જણાવે છે કે, સ્વામિનારાયણ મંદિરોમાં સનાતન ધર્મનું અપમાન થાય છે અને ભગવાનનો ઉપહાસ થાય છે. તો બીજી બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે કોઈ ભગવાનનું અહીં અપમાન થતું નથી. પણ સ્વામિનારાયણ ભગવાન હતા તેમાં કોઈ બે મત નથી.

ભારતીય મુળના Tharman Shanmugaratnam બન્યા સિંગાપુરના રાષ્ટ્રપતિ

ઉલ્લેખનીય છે કે હાલમાં સાળંગપુર હનુમાનજીના મંદિર ખાતે મુકવામાં આવેલી વિશાળ પ્રતિમા જેને કિંગ ઓફ સાળંગપુર નામ અપાયું છે, ત્યાં દર્શાવેલા ભીંતચિત્રોને લઈને વિવાદ ઊભો થયો છે. જેમાં હનુમાનજી સ્વામિનારાયણને હાથ જોડી વંદન કરતા દર્શાવ્યા છે. જે પછી અન્ય એક વિવાદ ઊભો થયો જેમાં કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વામિનારાયણ ભગવાનને ફળો અર્પણ કરતા હનુમાનજીને દર્શાવ્યા છે. મંદિરના પાર્કિંગ પાસે બનાવેલા બગીચામાં આ પ્રકારની મૂર્તિને જોઈ ઘણા લોકો અને સંતો મહંતો નારાજ પણ થયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT