અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત આ કારણે થયો? તથ્ય પટેલનો કારમાં સાથે બેઠેલા મિત્રો પર મોટો આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના એસ.જી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના દર્દનાક મોત થઈ ગયા. અકસ્માતની ઘટનામાં બે પોલીસકર્મી સહિત 9નાં મોત થયા. ત્યારે અકસ્માત સમયે કાર ચલાવી રહેલા તથ્ય પટેલને હાલ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. તથ્યની સાથે સ્થળ પર જઈને દાદાગીરી કરનારા પ્રજ્ઞેશ પટેલ પણ કસ્ટડીમાં છે અને પોલીસ બંનેની આકરી પૂછપરછ કરી રહી છે. ત્યારે તથ્ય પટેલ દ્વારા અકસ્માતમાં તેના મિત્રો પર આરોપ લગાવવામાં આવ્યો છે.

અકસ્માત કેસમાં તપાસ કરી રહેલા એક અધિકારીના જણાવ્યા મુજબ, પૂછપરછમાં તથ્યએ જણાવ્યું હતું કે તે મિત્રો સાથે કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જઈ રહ્યો હતો અને કારમાં મોટા અવાજે મ્યુઝિક વગાડી રહ્યો હતો અને મિત્રો પણ ઝૂમી રહ્યા હતા. એવામાં બાજુની સીટ પર બેઠેલો મિત્ર તથ્યને ગલીપચી કરીને વાળ ખેંચી રહ્યો હતો તથ્ય પણ સામે મિત્ર સાથે આમ કરી રહ્યા હતા. મજાકમસ્તી વચ્ચે કારની સ્પીડ પણ 100થી વધુ કિમીની હતી એવામાં બ્રિજ પર પહોંચતા જ તે સમયસર બ્રેક ન મારી શક્યો અને ભીડને ઉડાવી દીધી. પોલીસ મુજબ તથ્ય સમયસર બ્રેક ન લગાવી શકવા માટે ભીડ દેખાઈ ન હોવાનું અને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે અકસ્માત થયો હોવાનું જણાવી રહ્યો છે.

નોંધનીય છે કે, આ પહેલા તથ્યના મિત્રો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમના વારંવાર કહેવા છતા પણ તથ્ય કારને ધીમી ચલાવી રહ્યો નહોતો. ત્યારે હવે તથ્ય દ્વારા બાજુની સીટમાં બેઠેલો મિત્ર મસ્તી કરતો હોવાનું કહેવાયું છે.

ADVERTISEMENT

તથ્ય સાથે કારમાં બે યુવક અન 3 યુવતીઓ હતી. તમામની કેફેમાં વારંવાર મુલાકાત થતા મિત્રો બન્યા હતા અને અકસ્માતના દિવસે પણ તેઓ કેફેથી પરત ફરી રહ્યા હતા. કારમાં તથ્યની સાથે આયન પંચાલસ શ્રેયા વઘાસીયા, સાન સાગર, ધ્વની પંચાલ અને માલવીકા પટેલ હતા.

    follow whatsapp

    ADVERTISEMENT