‘સાક્ષીઓને હાની પહોંચાડશે’- તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી, જાણો સમગ્ર વિગત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં 9 વ્યક્તિના જીવ ગયા છે. તથ્યની કારની સ્પીડને લઈને છેલ્લા ઘણા સમયથી વિવિધ ચર્ચાઓ ચાલી હતી. આખરે રિપોર્ટ્સમાં તથ્યની કાર ઓવર સ્પીડમાં હોવાનું સામે આવ્યું હતું. બંને બાપ-બેટા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલની હવા ખાઈ રહ્યા છે. દરમિયાનમાં આજે પ્રજ્ઞેશ પટેલ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જોકે વકીલે આ કેસમાં ધારદાર દલીલો કરી હતી. તેમણે ખાસ કરીને તે બાબત પર ભાર મુક્યો હતો કે તથ્યના કેસમાં રહેલા સાક્ષીઓને પ્રજ્ઞેશને જામીન મળ્યા પછી હાની પહોંચવાની શક્યતા છે. વકીલે તે બાબત પર પણ ભાર મુક્યો હતો કે પ્રજ્ઞેશ પર અન્ય ગુનાઓ પણ દાખલ છે જેના કારણે જામીન ના આપવા જોઈએ. જ્યારે પ્રજ્ઞેશના વકીલે તો ગત સુનાવણી વખતે જ દલીલ કરી હતી કે પ્રજ્ઞેશે પોતાના પુત્રને બચાવવા માટે થતા પ્રયત્નોના ભાગ રૂપે પોતાની ફરજ નિભાવી હતી.

જોકે આ બાજુ કોર્ટે સમગ્ર દલિલોના અંતે પ્રજ્ઞેશની જામીન અરજીને ખારીજ કરી દીધી હતી. અગાઉ બંને પક્ષો વચ્ચે સુનાવણી દરમિયાન દલિલો થઈ હતી. જેમાં કોર્ટમાં સરકારી વકીલે કહ્યું હતું કે, જો પ્રજ્ઞેશને જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચે તેવી સંભાવનાઓ છે. ઉપરાંત પ્રજ્ઞેશ પર અન્ય કેસ પણ છે. જેને કારણે વધુ ગુનાઓ હોવાને કારણે પ્રજ્ઞેશને જામીન ના આપવા જોઈએ.

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલને કોર્ટે આપી આવી રાહત

પ્રજ્ઞેશ પણ ગુનાઓ કરવામાં રીઢો

આપને અહીં જણાવી દઈએ કે, તથ્ય પટેલે જેગુઆર કાર ઓવર સ્પીડમાં હંકારી અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 લોકોને ફંગોળી નાખ્યા હતા. આ લોકો અહીં એક સગીર દ્વારા થાર કારથી ડમ્પર સાથે અકસ્માત કર્યો હતો તેના ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ભેગા થયેલા ટોળા પૈકીના એક હતા. જેમાંથી 9 વ્યક્તિના મોત થયા હતા. દરમિયાન લોકોએ જેગુઆરના ચાલક તથ્ય પટેલને ઝડપી પાડીને મેથી પાક આપ્યો હતો. ઘટનાની જાણ તથા પ્રજ્ઞેશ પટેલ ત્યાં સ્થળ પર દોડી આવ્યો હતો અને લોકોને ધમકાવી દાદાગીરી કરવાના આરોપ તેના પર છે. તે લોકોને ધમકાવી તથ્યને ત્યાંથી લઈ જઈ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞેશ પોતે પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલી છે. રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવાના બહાને અમદાવાદના પાંચેક શખ્સોએ ભેગા થઈ તેણીને આબુ લઈ જઈ અને ત્યાંથી ઉદેપુર લઈ જઈ તેની સાથે કોલ્ડ્રીંકમાં દારુ ભેળવી તેની પર સામુહિક બળાત્કાર કર્યો હતો. તેણીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી તેણી સાથે વારંવાર દુષ્કર્મ કરાયાનો પણ આરોપ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT