પાટણ: 1 કિલો સોનું-20 કિલો ચાંદીમાંથી બનેલા તાજિયા, આખું વર્ષ CCTV કેમેરાથી નજર રખાય છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/પાટણ: ઈસ્લામના ચાર સૌથી પવિત્ર મહિનાઓમાંથી સૌથી પવિત્ર મોહર્રમ મહિનાને મનાય છે. આ મહિનો માતમના મહિના તરીકે પણ ઓળખાય છે. ભારતમાં દરેક જગ્યાએ મોહર્રમના દિવસે તાજિયાનું જુલુસ નીકળે છે, જેમાં ઘણા પ્રકારના તાજિયા હોય છે. ક્યાંક બાળકો દ્વારા રંગબેરંગી તાજિયા બનાવાય છે તો ક્યાંક 20થી 25 ફૂટ ઊંચા તાજિયા બનાવાય છે. મોહમ્મદ પેયગંબરે આ મહિનાને અલ્લાહનો સૌથી પવિત્ર મહિનો કહ્યો હતો. ત્યારે ગુજરાતના પાટણ જિલ્લાના કાકોશી ગામમાં શિયા જાફરી મશાયખી મોમિન જમાત દ્વારા સોના-ચાંદીના તાજિયા બનાવાયા છે. સોના-ચાંદીથી જડીત આ તાજિયાને 1974માં બનાવાયા હતા.

48 વર્ષ પહેલા બનાવાયા સોના-ચાંદીમાંથી તાજિયા
કાકોશી ગામની તાજિયા કમિટીના સભ્યએ જણાવ્યું કે, અમે સેંકડો વર્ષોથી તાજિયાનું જુલુસ કાઢી રહ્યા છીએ. અમે ઈમામ હુસૈનની યાદમાં માતમના રૂપમાં એમ માનીએ છીએ કે કર્બલાની લડાઈમાં ઈમામ હુસૈને શહીદ થયા હતા. આ તાજિયાની ખાસિયત એ છે કે, તેમાં લાકડું, એક્રેલિક ઉપરાંત સોના-ચાંદીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને 48 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા એટલે તેમાં કઈ-કઈ ધાતુનો ઉપયોગ કરાયો છે તે જાણી શકાયું નથી. પરંતુ તેમાં 1થી 2 કિલો સોનુ અને 20થી 25 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સમયે આ તાજિયાનું વજન લગભગ 260 કિલો હતું પરંતુ સમય-સમય પર અમે થોડું વજન ઘટાડીને અત્યારે તેને 246 કિલોના કરી દીધા છે.

ADVERTISEMENT

લોકો માનતા પૂરી થવા પર તાજિયાના વજનનો ચઢાવો ચડાવે છે
કાકોશી ગામમાં તાજીયા ને લઇ તમામ ધર્મોના લોકો આજના દિવસે માનતા રાખે છે અને માનતા પૂરી થવા પર તેના વજનના બરાબર ચઢાવો ચડાવે છે. વર્ષોથી આ મહોર્રમ પર્વને માતમના રૂપમાં મનાવાય છે, પરંતુ સોના-ચાંદીના તાજિયાની ચોરીની ઘટના ક્યારેય નથી બની અને તાજિયા બાદ તેને ઈમામ વાડામાં રાખવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT