'અમે બ્રેઈન વૉશ નહીં, પણ…', રમેશભાઈ ઓઝાના નિવેદન પર સ્વામિનારાયણ સંપ્રદાયે શરૂ કર્યું કેમ્પેઈન

ADVERTISEMENT

Swaminarayan Sect Controversy
સ્વામિનારાયણ સંપ્રદાયનું કેમ્પેઈન
social share
google news

Swaminarayan Sect Controversy : સનાતન ધર્મની રક્ષા માટે રાજ્યના સંતો આગેવાની કરી છે. ગત 11 જૂને રાજકોટના ત્રંબા ગામે સનાતન ધર્મ સંત સંગોષ્ટી યોજાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવે છે અને સનાતન ધર્મ અંગે ટિપ્પણી કરવાના વીડિયો પણ સામે આવતા રહે છે. તો બીજી તરફ સ્વામીઓ દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય અને દુષ્કર્મ આચર્યાના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે આવા અનેક મુદ્દાઓ પર સનાતન ધર્મના સંતોએ રણનીતિ તૈયાર કરી અને કમિટીની રચના કરી છે. આ સંત સંમેલનમાં કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વગર કેટલાક કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'સાધુનું કામ બ્રેઈન વૉશ નહીં હાર્ટ વૉશનું છે. હું જ મોટો, મારા જ ગુરૂ મોટા, આવી વાત ન કરવી જોઇએ.' ત્યારે હવે આ વાતને લઈને સ્વામી. સંપ્રદાયે ભાઈશ્રીને જવાબ આપ્યો છે. જો કે, સંપ્રદાયે સમાચાર ચેનેલ પર પણ સીધો પ્રહાર કર્યો છે.

ભાઈશ્રીના નિવેદન પર સ્વામિ. સંપ્રદાયે શરૂ કર્યું કેમ્પેઈન

રમેશભાઈ ઓઝા (Bhaishri Rameshbhai Oza)ના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન શરૂ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું કહેવું છે કે, 'અમે બ્રેઈન વૉશ નહીં, જીવન પરિવર્તન કરીએ છીએ.' જો કે, સ્વામિનારાયણ સંપ્રદાય નામના એક ફેસબુક પેજ પર કેટલીક પોસ્ટ મુકવામાં આવી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, 'અમુક ન્યૂઝ ચેનલવાળા બતાવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય બ્રેનવોશ કરે છે ?'

સાધુનું કામ બ્રેઈન વોશનું નથી, હાર્ટ વોશ કરવાનું છે : રમેશભાઈ ઓઝા

ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે,'જે શબ્દ પ્રયોગો થાય ત્યાં તકલીફ છે, બીજાને નીચા પાડવામા આવે છે તે ન થાય તેટલા માટે સૌ સંપીને રહો તે સનાતન ધર્મની સેવા છે. સાધુનું કામ બ્રેઇન વોશ કરવાનું નથી, હાર્ટ વોશ કરવાનું છે. ગંગાના ઘાટ હોય છે, ઘાટની ગંગા ન હોય. હું જ મોટો, મારા જ ગુરુ મોટા આ વાત ન કરવી જોઈએ. ઘાટ પરથી જો ગંગા જતી રહે તો ઘાટ સુના થઈ જાય. એટલે સનાતન સાથે જોડાયેલા રહો.'

ADVERTISEMENT

સ્વામીઓની લંપટલીલા પર સંપ્રદાય ચૂપ!

એક તરફ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં સગીરાઓ સ્વામીઓ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદો નોંધાવી રહી છે. માતા-પિતા સંતાનોના ગુરૂકુળમાં બ્રેનવોશ થયાની ફરિયાદો કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ચલાવવામાં આવી રહેલા કેમ્પેઈન પર લોકો કહી રહ્યા છે કે, સંપ્રદાય સ્વામીનોની લંપટ લીલા પર ચૂપ શા માટે છે? 

    follow whatsapp

    ADVERTISEMENT