સુરેન્દ્રનગરના સાયલામાં વીજળી પડવાની બે ઘટનાઓમાં બે યુવાનોના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાજીદ બેલીમ.સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના નવાગામ અને ધમરસરા ગામમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે. સાયલા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘટનાની મળતી માહિતી મુજબ વીજળી પડતાં બંને ગામોમાં ગમગીની ફરી વળી હતી. આ અકસ્માત બાદ બંને ગામમાં શોકનો માહોલ છે.

સુરતના પૂણામાં વરસાદી પાણી ભરાતા મેયરનો લોકોએ હુરિયો બોલાવ્યો, લોકોનો આક્રોશ જોઇને નેતાએ ચાલતી પકડી

પ્રથમ ઘટના નવાગામમાં બની
નવાગામ ગામમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. તેમજ ધામરસરા ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. આ દુ:ખદ ઘટનાથી લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. વરસાદી ઋતુમાં વીજળી પડવાની ઘટનાથી લોકો માટે ખતરો ઊભો થયો છે. નિષ્ણાંતો સૂચન કરતા હોય છે કે, વરસાદ દરમિયાન લોકોએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ઝાડ પાસે ઊભા રહેવામાં અથવા ચાલુ વરસાદમાં ખુલ્લામાં ફરવાાં વીજળીને લઈને ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

આ કમનસીબ અકસ્માત બાદ લોકોમાં દુઃખની લાગણી છે અને અહીંના ઘરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારો માટે આ દુઃખદ સમય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT