સુરેન્દ્રનગરમાં જમીનના વિવાદમાં 18 વર્ષના યુવક પર જીવલેણ હુમલો, 10થી વધુ લોકો ફરાર
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં જમીનના વિવાદના કારણે 18 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની કમનસીબ હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં 10થી વધુ લોકોએ…
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં જમીનના વિવાદના કારણે 18 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની કમનસીબ હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં 10થી વધુ લોકોએ પણ ભાગ લીધો હતો અને હુમલો કરીને ભાગી ગયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનું ત્યાં સારવાર દરમિયાન મૃત્ય થતા ઘટના મર્ડરમાં પરિણમી છે. આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરતા પોલીસે યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી છે.
ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ વિરમગામ રીફર કર્યા બાદ તેની હાલત ગંભીર હોવાથી દશાડા સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો છે. આ વિવાદને કારણે ગામમાં તંગદિલીનો માહોલ છવાયો છે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
વડોદરાઃ ભાજપ MLA કેતન ઈનામદારે ઉઠાવ્યો MGVCL સામે અવાજ, 8 કલાકની વીજળી મળે છે અને એમાં પણ ટ્રીપિંગ?
સમાજમાં જમીન વિવાદની ગંભીર તસવીર
પોલીસ વિભાગે આ મામલે તપાસ ચાલુ કરી છે અને હુમલામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘાયલ યુવકની હાલત ગંભીર છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે. યુવકનું નામ રાહુલભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. આ મારામારી જમીનના મુદ્દામાં થઈ હોવાનું પ્રારંભિક રીતે જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ખળભળાટ મચી ગયો છે. લોકોની નજરમાં આ ઘટનાએ જમીન વિવાદની ગંભીરતા દર્શાવી છે. હવે આ મુદ્દાને લઈને લોકોની નારાજગી વધવાની શક્યતા છે અને આ પ્રકારની હિંસા રોકવા માટે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
(ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT