સુરતઃ દોઢ મહિનો થયો, કેનાલમાં શોધખોળ, પણ યુવકની લાશ નહીં મળતા શંકાઓ
સુરતઃ દોઢ મહિનો થયો છતા સુરતની કોલેજમાં અભ્યાસ કરતો યુવાન જે ગુમ છે તેનો કોઈ અત્તો પત્તો નથી. આ યુવાન મેપલવીલા પાસેની કેનાલમાં ડૂબી ગયો…
ADVERTISEMENT
સુરતઃ દોઢ મહિનો થયો છતા સુરતની કોલેજમાં અભ્યાસ કરતો યુવાન જે ગુમ છે તેનો કોઈ અત્તો પત્તો નથી. આ યુવાન મેપલવીલા પાસેની કેનાલમાં ડૂબી ગયો હોવાની ચર્ચા થઈ રહી હતી. જેની જાણકારી મળતા પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસે આખી નહેરમાં તરવૈયાઓને ઉતારી તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેનો ફોન પણ સતત બંધ આવી રહ્યો હતો, અહીં સુધી કે નહેર કે તેની આસપાસ પણ યુવાનનો ફોન મળ્યો નથી. જોકે દોઢ મહિનો થયો છતા તેની લાશ પણ મળી રહી નથી તેથી પોલીસની કામગીરી પર હવે પરિવારજનોને શંકાઓ થઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત 22 એપ્રિલે યુવક અંગે એક વ્યક્તિએ પરિવારને ફોન કરીને જાણકારી આપી કે તે નહેરમાં ડૂબી ગયો છે. આ જાણકારી પરિવાર માટે હચમચાવી મુકનારી હતી કારણ કે 3 બહેનો વચ્ચેનો એક માત્ર ભાઈ હતો આ યુવક. ઉપરાંત તે બીએસસી કર્યા પછી માસ્ટર કરવા માટે તેની બહેનના ઘરે ગયો હતો. પરિવારે પોલીસને વાત કરી તો પોલીસે પણ તપાસ શરૂ કરી અને નહેરમાં સતત શોધખોળ ચાલુ કરી. નહેરમાં તરવૈયાઓની ટુકડીઓ ઉતારી દેવાઈ પરંતુ યુવાન ન તો જીવંત મળ્યો ન મૃતદેહ મળ્યો.
આસપાસ પણ કરી પોલીસે તપાસ
જોકે નહેર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ પોલીસે શોધવાનું શરૂ કરી દીધું હતું. લગભગ ચાર કિલોમીટરનો આ વિસ્તાર છે અને તેમાં ત્રણ ફાટક છે છતા ક્યાં ક્યાં મૃતદેહ રાખી શકાય તેવા તમામ સ્થળો પર પોલીસે તપાસ કરી છે. એક તબક્કે તો પોલીસે આખી નહેર ખાલી કરાવી દીધી અને મૃતેદહ શોધવાની તજવીજ શરૂ કરી હતી. જોકે તેનો મૃતદેહ પણ મળી આવ્યો ન્હોતો.
ADVERTISEMENT
પોલીસે નિવેદનો લેવાનું કર્યું શરૂ
જોકે પોલીસને ક્યાંય યુવાનના મૃતદેહની ભાળ ના મળી તો પોલીસે અન્ય સ્થાનો પર પણ તપાસ આરંભી દીધી હતી. યુવાનના મિત્રો પાસેથી કોઈ નક્કર માહિતી મળી શકે છે તેના આધારે પોલીસે યુવાનના મિત્રોની પુછપરછ કરી હતી. જેમાં મિત્રોએ કહ્યું કે, ન્હાવા માટે તે નદીમાં પડ્યો હતો. તેની સાથે બીજા મિત્રો પણ હતા. જોકે તેને તરતા આવડતું હતું છતા તે ડૂબી ગયો એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. પરિવારે પણ ઘણા સવાલો ઉઠાવ્યા છે. પરિવારને ના તેની લાશ મળી કે ના તેનો મોબાઈલ તો પછી પોલીસે સીડીઆર કઢાવીને પણ વધુ તપાસ કરી હોવાની જાણકારીઓ મળી રહી છે. અઢી મહિનો થયો પરંતુ યુવાન ક્યાં છે? જીવીત છે કે નહીં? મૃત્યુ પામ્યો છે તો તેની લાશ ક્યાં છે? આ તમામ સવાલો સાથે પરિવાર આજે પણ ચિંતામાં છે.
ADVERTISEMENT