સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા નરાધમને ફાંસીની સજા
સુરતના પુણા વિસ્તારમાં 3 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરી હત્યા કરનારા નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપીએ 14 એપ્રિલ 2022ના રોજ ફૂટપાથ પર…
ADVERTISEMENT
સુરતના પુણા વિસ્તારમાં 3 વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરી હત્યા કરનારા નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપીએ 14 એપ્રિલ 2022ના રોજ ફૂટપાથ પર સૂતેલા પરિવારની બાળકીનું અપહરણ કર્યું હતું અને બાદમાં દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લીધો હતો, જેની સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીને દોષી ઠેરવી કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના પુણા વિસ્તારમાં ફૂટપાથ પર સૂતેલા પરિવારની 3 વર્ષની બાળકીનું અપહરણ કરાયું હતું. બાળકીનું અપહરણ કરીને રામપ્રસાદ ઉર્ફે લલ્લનસિંગ મહેશસિંગ ગૌણ નામના યુવક તેને નજીકના બસ પાર્કિંગમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરીને નરાધમે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ બાદ બાળકીની લાશને ત્યાં જ જમીનમાં દાટીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બાળકી ગુમ થયા બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુમ બાળકીની તપાસ હાથ ધરતા સીસીટીવીમાં એક યુવક બાળકીને લઈને જતા દેખાયો હતો. જેના આધારે પોલીસે રામપ્રસાદ ઉર્ફે લલ્લનસિંગ મહેશસિંગ ગૌણની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. આ બાદ તેની પાસે ફરિયાદ દાખલ કરીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જે અંગે સુરત એડિશનલ ડ્રિસ્ટિક એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલતા કેસમાં જજ ડી.પી ગોહિલે આરોપી યુવકને ફાંસીની સજા ફટકારી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT