સુરતમાં મોંઘી સાયકલની જ ચોરી કરનારા ચોરો પકડાયા, ખરા સિદ્ધાંતવાદી નીકળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ અત્યાર સુધીમાં તમે કાર ચોરી, મોટરસાઈકલ ચોરી અને મોંઘા દાગીનાની ચોરી વિશે સાંભળ્યું જ હશે. પરંતુ ગુજરાતના સુરત શહેરમાંથી સાયકલ ચોરીનો એક કિસ્સો સામે આવ્યો છે અને પાછા આ ચોરો ખરા સિંદ્ધાંતવાદી પણ નીકળ્યા છે. ઘણી વખત તમે હિન્દી ફિલ્મોમાં સાંભળ્યું હશે કે કોઈ વિલન પોતાના સિદ્ધાંતો અંગે વાત કરતો હોય. આ લોકો પણ એવા જ સિદ્ધાંત રાખતા હતા. તેઓ ભલે સાયકલ ચોરતા પણ કોઈ નાની અમથી કે ઓછી મોંઘી નહીં જ ચોરવાની, જે સાયકલ મોંઘી દાટ લાગે તેને જ ચોરવાની, બોલો. મોંઘીદાટ સાયકલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કરતી વખતે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરી કરેલી ઘણી મોંઘી સાયકલ્સ પણ રિકવર કરી છે.

ઘણા દિવસોથી પોલીસને સાયકલ ચોરીની મળતી હતી ફરિયાદો
સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGના કબજામાં રહેલા આ એ જ ત્રણ સાયકલ ચોરો છે, જેઓ શહેરના અલગ-અલગ વિસ્તારોને નિશાન બનાવીને માત્ર મોંઘીદાટ સાયકલોની જ ચોરી કરતા હતા. સાયકલ ચોરીના અનેક બનાવો સીસીટીવીમાં પણ કેદ થયા છે. આ ચોરો શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જઈને પાર્કમાંથી મોંઘીદાટ સાઈકલોની ચોરી કરતા હતા. પહેલા તેઓ રેકી કરતા હતા અને પછી તક મળતા જ સાઈકલની ચોરી કરીને નાસી જતા હતા. આ રીતે સુરત પોલીસને ઘણા દિવસોથી સાયકલ ચોરીની ફરિયાદો મળી રહી હતી. જે બાદ સુરત પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGની ટીમ આ સાયકલ ચોરોને પકડવા માટે સક્રિય બની હતી અને ભારે જહેમત બાદ ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

‘ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં’: અમદાવાદ પોલીસે સ્ટંટબાજો સામે શરૂ કર્યું નવું કેમ્પેઈન

2થી 2.25 લાખની સાયકલ મળી આવી
સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોંઘીદાટ સાયકલ ચોરીના બનાવો બની રહ્યા છે. સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં છ સાયકલ ચોરીની એફઆઈઆર નોંધાઈ હતી. જેના કારણે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે આ સાયકલ ચોરીના બનાવો અટકાવવા અને ચોરીના ગુના ઉકેલવા માટે એસઓજીને વિશેષ કામગીરી સોંપી હતી. તે અંતર્ગત એસઓજીને બાતમી મળી હતી કે 3 લોકોની એક ટોળકી છે જે આ રીતે મોંઘીદાટ સાયકલ ચોરીના બનાવોને અંજામ આપે છે. આ લોકો સુરતના કોસાડ હાઉસિંગ વિસ્તારમાં રહે છે. જેમને પકડવા પોલીસે વોચ રાખી હતી અને તેના આધારે તેઓ ઝડપાયા છે. તેઓ સીસીટીવીમાં ચોરી કરતા જોવા મળતા ફૂટેજ સાથે પણ મેચ થયા હતા, જેની પુષ્ટિ કરવામાં આવી છે. ત્રણ સાયકલ ચોરોની ધરપકડ કરવામાં આવી છે જેઓ ઓરિસ્સાના મૂર્તિપૂજક છે. જેમની પાસેથી અંદાજે 2.25 લાખની કિંમતની 42 સાયકલ મળી આવી છે.50 હજારની કિંમતની ઓટો રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 2 લાખ 64 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ ઓડિશાના ગંજમ જિલ્લાના રહેવાસી છે. જેઓ આ સાઇકલ વેચવાના મૂડમાં હતા અથવા સાઇકલના ભાગો કાઢીને ઓડિશામાં વેચવા માંગતા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT