સુરતમાં સગા ભાઈ-બહેન ચોરીના રવાડે ચડ્યા, રીક્ષામાં એક જ પેસેન્જર બેસાડી નજર ચૂકવી લૂંટી લેતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: અત્યાર સુધી તમે પ્રેમી-પ્રેમિકા અને પતિ-પત્નીને ગુનો કરતા જોયા જ હશે, પરંતુ ગુજરાતના સુરતમાં સગા ભાઈ-બહેન ગુના કરતા હતા, આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પણ આ સત્ય છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક ભાઈ-બહેનની જોડીની ધરપકડ કરવામાં આવી છે, કે જે ઓટોમાં પેસેન્જર તરીકે બેસી તેઓ ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા હતા. ખટોદરા પોલીસ દ્વારા તે ઓટો પણ રિકવર કરવામાં આવી છે અને તેની પાસેથી ચાલીસ હજાર રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે.

રીક્ષામાં પેસેન્જરનો સામાન કે પર્સ ચોરી લેતા
સુરત શહેરના ખટોદરા પોલીસે બે ભાઈ-બહેનને પકડ્યા છે. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના, બંને સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહે છે. જેઓ રીક્ષામાં બેસતા પેસેન્જરની નજર ચૂકવીને તેમની પાસેથી પર્સ, મોબાઈલ સહિતની વસ્તુઓની ચોરી કરી લેતા. સુરત શહેરના ખટોદરા પોલીસે પચાસ હજાર રૂપિયા ભરેલુ પર્સ ચોરવા બદલ તેમની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ચાલીસ હજાર રૂપિયા પણ કબજે કર્યા છે, જ્યારે બાકીના દસ હજાર રૂપિયા લઈને તેનો સાથી ભાગી ગયો છે. પોલીસ તેને પણ શોધી રહી છે. ખટોદરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આર. ધુલિયાએ જણાવ્યું હતું કે, પકડાયેલા બંને ભાઈ-બહેનોએ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટોમાં જઈ રહેલા કાપડના વેપારીની પત્નીનું પર્સ ચોર્યું હતું. જેમાં પચાસ હજાર રૂપિયા હતા. તે સમયે તેની પત્નીની જાણ થઈ ન હતી.

કેવી રીતે ચોરીને અંજામ આપતા હતા?
પોલીસ ઈન્સ્પેક્ટરે કહ્યું કે, આ ભાઈ-બહેનની જોડી સાથે એક સાથી ઓટો ડ્રાઈવર પણ છે. જે રસ્તા પર ઓટો લઈને ફરતો હોય છે. તેની ઓટોમાં આ ભાઈ-બહેન પેસેન્જર તરીકે સીટ પર બેસે છે અને તેમનો ત્રીજો પાર્ટનર ઓટો ચલાવતો રહે છે. પોતાના સિવાય આ લોકો એક જ મુસાફરને ઓટોમાં બેસાડે છે જેથી તેઓ તેને પોતાનો શિકાર બનાવી શકે. પેસેન્જરના સ્વાંગમાં ઓટોમાં સવાર આ ભાઈ-બહેન એકસાથે બેઠેલા અન્ય મુસાફરોને જોઈને તેમનું પર્સ કે મોબાઈલ કે અન્ય કોઈ વસ્તુની ચોરી કરે છે.

ADVERTISEMENT

આ જ રીતે પોલીસે જે ઓટો કબજે કરી છે તેમાં કાપડના વેપારીની પત્ની હાથમાં પર્સ લઈને બેઠી હતી. જેની પાસેથી આ બંને પર્સ ચોરી કરી લે છે. જ્યારે પત્નીને ચોરીની જાણ થઈ ત્યારે તે પતિ સાથે કેસ નોંધાવવા પોલીસ મથકે પહોંચી હતી. આ ભાઈ-બહેનની જોડીને પકડવા માટે ખટોદરા પોલીસે સીસીટીવી અને માનવ સંસાધનના આધારે પકડી પાડ્યા હતા. સાથે આ જે ઓટોમાં તેઓ મુસાફરોનો સામાન ચોરી કરતા હતા તે ઓટો પણ જપ્ત કરવામાં આવી છે. જ્યારે તેમનો એક સાથી હજુ પણ ફરાર છે.

    follow whatsapp

    ADVERTISEMENT