સુરતના વેપારીએ યુવતીને નોકરીના બહાને હોટલમાં બોલાવી નશીલું પીણું પીવડાવી દુષ્કર્મકર્યાની ફરિયાદ
સુરતઃ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક યુવતીને સુરતના જ ટેક્સટાઈલના એક વેપારી દ્વારા હોટલમાં દુષ્કર્મકરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેપારી નોકરીની લાલચ આપીને સુરતના…
ADVERTISEMENT
સુરતઃ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક યુવતીને સુરતના જ ટેક્સટાઈલના એક વેપારી દ્વારા હોટલમાં દુષ્કર્મકરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેપારી નોકરીની લાલચ આપીને સુરતના ડુમ્મસ રોડ પર આવેલી એક હોટલમાં આ યુવતીને લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીને કોઈ ઘેનયુક્ત નશીલું પીણું પીવડાવીને દુષ્કર્મઆચર્યું હોવાનું યુવતીએ ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે ફરિયાદને આધારે વેપારીની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કેસમાં અન્ય એક આરોપી ફરાર હોવાની પણ વિગતો સામે આવી છે.
વેપારીએ હોટલમાં મળ્યા પછી નોકરી ફિસ્ક થશે તેવું કહ્યું
સુતરતમાં હત્યા, લૂંટ, દુષ્કર્મજેવી ઘટનાઓ રોજની થઈ ગઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જ સુરતમાં ગુનાખોરીએ માથુ ઉચક્યું છે ત્યારે વધુ એક ઘટનાએ સહુને ચોંકાવી દીધા છે. સુરતના અડાજણ વિસ્તારની એક યુવતી સાથે ટેક્સટાઈલના વેપારી દિલીપ ખાંડલીયા દ્વારા દુષ્કર્મઆચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે યુવતીને દિલીપ ખાંડલીય દ્વારા સંપર્ક કરીને નોકરીની વાત કરવામાં આવી હતી. વેપારીએ યુવતીને નોકરીનો વિશ્વાસ અપાવી પોતાની વાતોમાં ભોળવી લીધી અને સુરત એરપોર્ટ નજીક આવેલી એક હોટલમાં એક વ્યક્તિને મળવા જવાનું છે તેની જોડે વાત થઈ ગયા પછી નોકરી ફિક્સ થઈ જશે તેવું કહી તેણીને હોટલમાં બોલાવી હતી. વાત થયા પ્રમાણે યુવતી હોટલમાં જવા રાજી થઈ હતી.
ડો. અતુલ ચગ આત્મહત્યા મામલામાં સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણ ચુડાસમા સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને સંગી સર્કલથી કારમાં બેસાડી
યુવતીને એક ફોર વ્હીલ કારમાં સંગી સર્કલ પાસેથી બેસાડીને એરપોર્ટ નજીક આવેલી રાજહંસ બેલીઝા હોટલમાં લઈ ગયો હતો. ત્યાં એક રૂમમાં પહેલાથી જ અજય દીવાન નામનો શખ્સ હાજર હતો. આ શખ્સે યુવતી પર દાનત બગાડી અને પહેલા તો તેણીને નોકરીનો વિશ્વાસ અપાવીને તેનો વિશ્વાસ જીત્યો હતો. જે પછી યુવતીને ઘેન યુક્ત કોલ્ડ્રીંક્સ પીવડાવ્યું હતું. તે પછી અજય દીવાને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે પછી દિલીપ ખાંડલિયાએ પણ યુવતીની શારીરિક છેડતી કરી હતી.
ADVERTISEMENT
યુવતીને આપી ધમકી
ભાનમાં આવેલી યુવતીને બાદમાં આ આરોપીઓએ ધમકાવી હતી. તેમણે કહ્યું કે જો આ અંગે કોઈને કહીશ તો તને સમાજમાં બદનામ કરી દઈશું. ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જોકે યુવતીએ હિંમતભેર બંને સામે અલથાણ પલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં અજય દીવાનની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય શખ્સ હજુ પણ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT