Surat News: પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી પોતે ગળાફાંસો ખાઇ યુવાને જીવન ટૂંકાવ્યું
Surat News: સુરતના ઉધના વિસ્તારમાં આજે એક કરૂણ પ્રેમ કહાનીને અંજામ આપવામાં આવ્યો છે. 28 વર્ષીય પ્રેમીએ પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે…
ADVERTISEMENT
Surat News: સુરતના ઉધના વિસ્તારમાં આજે એક કરૂણ પ્રેમ કહાનીને અંજામ આપવામાં આવ્યો છે. 28 વર્ષીય પ્રેમીએ પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પડોશીએ ઘટનાના મામલે પોલીસને જાણ કરી
આ કરૂણ ઘટના સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સાઈ જલારામ નગર ખાતે બની છે. આ વિસ્તારમાં દોઢ મહિના પહેલાં જ રહેવા આવેલા 28 વર્ષીય વિજય ગોહિલ નામના યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી દીધો.પડોશીને મળતા તેઓ આ ઘટનાના મામલે પોલીસને જાણ કરી હતી.
ADVERTISEMENT
ઘટનાની જાણકારી મળતા પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. પાસ કરતા યુવકનો મૃતદેહ લટકેલી હાલતમાં મળ્યો હતો. આ સાથે જ યુવકના પગ પાસે એક યુવતીની લાશ પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં માહિતી મળી હતી કે આ મકાનમાં જે મૃતદેહ મળી આવ્યો છે તે યુવક દોઢ મહિના પહેલા જ પરિવાર સાથે રહેવા આવ્યો હતો. પરિવાર બહાર જતાં જ યુવાને પોતાની 18 વર્ષની પ્રેમિકાને ઘરે બોલાવી હતી. પ્રેમી યુગલ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા યુવકે યુવતીની હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ તેણે પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી દીધો હતો.
ADVERTISEMENT