બહેનની કૂખે પરિણીત ભાઈની બાળકી જન્મતા જંગલમાં જીવતી દાટી દીધીઃ સુરતમાં અરેરાટી ભર્યો બનાવ
સુરતઃ સુરતના કામરેજ ખાતે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. આપણે ત્યાં જ્યાં ભાઈ બહેનના સંબંધની પવિત્રતાને એક અલગ દરજ્જો મળ્યો છે ત્યાં…
ADVERTISEMENT
સુરતઃ સુરતના કામરેજ ખાતે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. આપણે ત્યાં જ્યાં ભાઈ બહેનના સંબંધની પવિત્રતાને એક અલગ દરજ્જો મળ્યો છે ત્યાં હવે વધુ એક ઘટનાએ લાંછન લગાડ્યું છે. હવસખોર પરિણીત ભાઈએ જ કુંવારી 20 વર્ષની બહેનને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર સંબંધો બાંધીને તેને ગર્ભવતી કરી દીધી હતી. જોકે પરિવાર આ મામલાને જાણી જતા પરિવારે અત્યંત ક્રુર અને નિર્દય નિર્ણય કર્યો અને બાળકીનો જન્મ થતા સમાજમાં આબરુ બચાવવા યુવતીના પિતા અને ફોઈએ બાળકીને દૂર જંગલમાં જઈ ખાડો ખોદીને દાટી દીધી.
બંને પરિવારો વચ્ચે અવરજવરના સંબંધ વધુ હતા
મૂળ ભાવનગરના વતની અને હાલ સુરતના કામરેજ તાલુકામાં આવેલા ઘલા ગામે રહેતા રાજુભાઈ (નામ બદલ્યું છે) ખેત મજુરી કરીને ગુજારો ચલાવતા હતા. તેમના કુટુંબમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેઓ જ્યાં રહે છે ત્યાંથી થોડા જ દુર બહેન અને બનેવી અન્ય ખેતર વાડીમાં ખેત મજુરી કરે છે. બંને પરિવારો વચ્ચે આ કારણે અવરજવર વધારે રહેતી હતી. દરમિયાન રાજુભાઈની દીકરીને પેટમાં દુખાવો થયો અને તેઓ તેને લઈ હોસ્પિટલમાં ગયા જ્યાં સોનોગ્રાફી કરતા ખબર પડી કે તેને 8થી 9 મહિનાનો ગર્ભ છે. દીકરી કુંવારી અને તેમાં પણ તે ગર્ભવતી હોવાની વાતે પરિવારને આઘાત લગાડ્યો હતો.
રાજ્યમાં મહિલા સુરક્ષિત હોવાના દાવા ફક્ત કાગળ પર? કોંગ્રેસે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
બાળકી જન્મી તો મુનેશ પણ આવી ગયો
બાબતની જાણકારી લેવા માટે હવે માતાએ દીકરીને પુછ્યું કે આ કેવી રીતે થયું. ત્યારે દીકરીની વાતે પરિવારને વધુ મોટો આંચકો આપ્યો. તેણીએ કહ્યું કે તેના પિતરાઈ ભાઈ અને બે સંતાનોનો પિતા એવો મુનેશ પ્રતાપ ગોહિલ છેલ્લા પાંચ છ વર્ષથી એક બીજાના પ્રેમમાં છે. દરમિયાન શરીર સંબંધો બંધાયા હતા. આ બાળક ભાઈનું હોવાનું કહેતા જ પરિવારની આંખો ફાટી ગઈ. મામલો ગંભીર હતો. આ વાત તેમણે મુનેશની માતાને કહી અને બધા ઘરે ભેગા થયા. દરમિયાન મોડી રાત્રે દીકરીને દુખાવો વધતા તેની ડિલિવરી કરાવી અને ત્યારે બાળકીનો જન્મ થયો હતો. બાળકી જન્મી હોવાની ખબર પડતા મુનેશ પણ ઘરે આવી ગયો. હવે આ બાળકી અને આ સંબંધ ગામમાં ગાજશે અને પરિવારની ઈજ્જત જશે તેવું માની હવે શું કરવું તેની ચર્ચા થવા લાગી અને આખરે બાળકીને જંગલમાં દાટી દઈ તેનો કાંટો કાઢી આખા મામલાને ડામી દેવાનું નક્કી કર્યું.
ADVERTISEMENT
પોતાના પાપની સજા આપી નિર્દોષ બાળકને
મુનેશ કે જે આ બાળકીનો પિતા હતો તેણે જ પોતાના પિતા, ફોઈ સાથે મળી ઘલા ગામની એક જગ્યા જ્યાં અવાવરું વિસ્તાર હતો ત્યાં ખાડો ખોદ્યો અને તાજી જન્મેલી બાળકીને જીવતી જ દાટી દીધી. મોડી રાત્રે આ તરફ બાળકી જમીનની અંદર જીવ છોડી રહી હતી ત્યારે તેઓ પાછા ફર્યા ત્યારે દીકરીએ પુછ્યું મારું બાળક ક્યાં છે? ત્યારે તેમણે કહ્યું કે અમે તેને દાટી દીધી છે. આ ઘટનાની જાણ યુવતીના ભાઈ જયેશને થઈ તો તેણે આ મામલે પોલીસને જાણ કરી અને સમગ્ર ઘટના પોલીસ સામે આવતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે આ કેસમાં મુનેશ, પિતા રાજુ (નામ બદલ્યું) અને તેની ફોઈને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ મામલતદાર સહિતના પંચોની હાજરીમાં પોલીસે બાળકીની લાશ જમીનમાંથી કાઢી પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT