સુરતમાં રોડ પર જતો યુવક સામેથી આવતી સ્કૂલ બસ નીચે સૂઈ ગયો, તડપી તડપીને મોતને ભેટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં રોડ પર ચાલતા જતો યુવક સામેથી આવતી સ્કૂલ બસ સામે કૂદી જાય છે. સ્કૂલ બસ નીચે આવી જતા યુવકનું મોત થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં યુવકે બસ નીચે કૂદીને આપઘાત કર્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. ત્યારે હાલમાં પોલીસે આ યુવકની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા છે.

રસ્તે જતા યુવકે બસ નીચે પડતું મૂક્યું
વિગતો મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ નજીક આવેલી ઈશ્વરકૃપા સોસાયટી પાસે એક યુવક રોડ પર ચાલતા જતો હતો. આ દરમિયાન એક પીળા રંગની સ્કૂલ બસ ત્યાંથી નીકળે છે, એવામાં આ યુવક દોડીને સ્કૂલ બસની નીચે પડતું મૂકી દે છે. બસચાલક કંઈ સમજે તે પહેલા જ બસના પૈડા યુવક પરથી પસાર થઈ જાય છે. એવામાં સ્થાનિક લોકો ત્યાં દોડીને યુવકને સવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈને પહોંચે છે.

પોલીસે યુવકની ઓળખ માટે તપાસ હાથ ધરી
જોકે ફરજ પરના તબીબો યુવકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા વરાછા પોલીસ પણ સ્મીમેર હોસ્પિટલમાં દોડી ગઈ હતી. જોકે મૃતક યુવકની ઓળખ થઈ નહોતી. તેના કપડામાંથી પણ ઓળખ થઈ શકે તેવી વસ્તુ મળી નથી. એવામાં હાલ યુવકના પરિવારજનોને શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. સાથે જ યુવકે આમ બસ નીચે પડતું મૂકીને આપઘાત શા માટે કર્યો તેનું કારણ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT