VIDEO: જિંદગીનો કોઈ ભરોસો નથી, સુરતમાં રસ્તે જતા વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો, 4 સેકન્ડમાં જ ઢળી પડ્યો
સંજયસિંહ રાઠોડ/સુરત: કોરોનાની મહામારી બાદથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. એવામાં હવે લોકો ચિંતિત બન્યા છે. ક્યારેક ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક ઘરમાં…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત: કોરોનાની મહામારી બાદથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. એવામાં હવે લોકો ચિંતિત બન્યા છે. ક્યારેક ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક ઘરમાં હાર્ટ એટેક આવતા યુવાનોના મોતના બનાવોથી સૌ કોઈ ચિંતિત છે. ત્યારે હવે સુરતમાં રસ્તે જતા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
રોડ પર ચાલતા જતા હાર્ટ એટેક આવ્યો
સુરતના ઉધના વિસ્તારમાં રસ્તા પર ચાલી રહેલા એક 42 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. રોડ પર બેફાન થઈને ઢળી પડતા વ્યક્તિની ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલતા જતી વ્યક્તિ રોડ પર જ ઢળી પડે છે. બાદમાં ત્યાંથી પસાર થતો એક સાઈકલ સવાર અને અન્ય લોકો તેની મદદ માટે આવે છે. જોકે વ્યક્તિ બેભાન હોવાના કારણે આસપાસના લોકો તેને હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.
ADVERTISEMENT
નોંધનીય છે કે ગઈકાલે જ સુરતમાં ખટોદરા વિસ્તારમાં કાનસિંહ રાજપૂત નામના રાજસ્થાનના વેપારી બાઈક પર પાછળ બેસીને ફરતા હતા. દરમિયાન એટેક આવતા તેમનું મોત થયું હતું. બીજી બાજુ મોરબીમાં પણ રફાળેશ્વર ગામના કારખાનાના ચોકીદારનું પણ દરવાજો ખોલવા જતા પહેલા અચાનક એટેક આવતા મોત નીજપ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT