સુરતઃ કેજરીવાલની સભાના પોસ્ટર હટાવવા લાગ્યા કોર્પોરેશનના કર્મચારીઓ તો પોલીસ અને AAP કાર્યકરો આમને સામને થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં કેજરીવાલ અને ભગવંત માન સભા કરવાના હતા તે પહેલા લાગેલા પોસ્ટર્સ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રસ્તાઓ પરથી ઉતારી ફેંકવામાં આવ્યા હતા. દરમિયાન આમ આદમી પાર્ટી અને તંત્ર વચ્ચે ઘર્ષણ થયું હતું. પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ આમને સામને આવી ગયા હતા. બનાવને પગલે ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે ભારે ઉહાપોહ મચી ગયો હતો.

પોલીસ અને AAP કાર્યકરો આમને સામને
સુરતમાં આજે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સભા ગજવવાના હતા તે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કેટલીક પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે કતારગામ વિસ્તારમાં ઠેરઠેર કેજરીવાલ અને ભગવંત માનના પોસ્ટર્સ સાથે બેનર્સ લગાવ્યા હતા. દરમિયાન સુરત કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા અહીં લાગેલા આમ આદમી પાર્ટીના બેનર્સને ઉતારી ફેંકાયા હતા. બેનર ઉતારવાને મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તંત્રના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલાને શાંત કરવા પોલીસ પણ આવી પહોંચી હતી. જોકે પોલીસ બેનર્સ ઉતારી રહેલાઓને ન રોકતા આપ કાર્યકરો વધુ ભડક્યા હતા અને પોલીસ તથા પાર્ટીના કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. પોલીસે કેટલાકને ડિટેઈન કર્યા હોવાની વિગતો મળી રહી છે જોકે તેની સત્તાવાર ખરાઈ થઈ શકી નથી.


(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT