સુરતના યુવકે દેવું થઈ જતાં બનાવ્યો ગજબનો પ્લાન, જાણીને પોલીસ પણ ગોથું ખાઈ ગઈ
Surat News: સુરતમાંથી એક અજીબો-ગરીબ કાર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને દેવું થઈ જતાં તેણે પોતાના મિત્ર પાસે પોતાની પત્નીની જ કાર ચોરી…
ADVERTISEMENT
Surat News: સુરતમાંથી એક અજીબો-ગરીબ કાર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને દેવું થઈ જતાં તેણે પોતાના મિત્ર પાસે પોતાની પત્નીની જ કાર ચોરી કરાવી હોવાનું સામે આવતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. હાલ ઉધના પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘરની બહારથી ચોરી થઈ હતી સ્વિફ્ટ કાર
ઉધના પોલીસ મથકેથી મળેલી માહિતી અનુસાર, ઉધના વિસ્તારમાં રહેતા કંચનબેન રાજપૂતની ગત 6 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે પોતાના ઘરની બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ કાર ચોરી થઈ હતી. જે બાદ કંચનબેને ઉધના પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી તપાસ
પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કારને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસની તપાસમાં કારની ચોરી કોઈ અજાણ્યા ચોર દ્વારા નહીં પરંતુ મહિલાના પતિ દ્વારા જ કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ પોલીસે મહિલાના પતિ ગોવર્ધન સિંહ લક્ષ્મણસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછમાં કરી કબૂલાત
આ દરમિયાન તેણે દેવાની ભરપાઈ કરવા માટે મિત્ર ઈકબાલ પઠાણ પાસે કારની ચોરી કરાવી હોવાનું કબૂલ્યું હતું. હાલ ઉધના પોલીસે ચોરી કરેલી કારને કબજે ળઈને ફરાર મિત્ર ઈકબાલ પઠાણની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT