સુરતમાં મહારાષ્ટ્ર પાસિંગ ઈનોવા કારમાંથી મળ્યા લાખો રૂપિયાઃ નોટો ગણવા તંત્રએ મશીન મગાવ્યું
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે હાલમાં ગુજરાતમાં આચાર સંહિત્તા લાગુ છે. સુરતમાં એક ઈનોવા કારમાંથી લાખો રૂપિયાની મત્તા મળી હોવાની વિગતો સામે આવી છે.…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે હાલમાં ગુજરાતમાં આચાર સંહિત્તા લાગુ છે. સુરતમાં એક ઈનોવા કારમાંથી લાખો રૂપિયાની મત્તા મળી હોવાની વિગતો સામે આવી છે. અહીં સુધી કે આ નોટો કેટલી છે તેની ગણતરી કરવા માટે તંત્રએ હાલ નોટો ગણવાનું મશીન મગાવવું પડ્યું છે. ઉલ્લેખની છે કે, હાલમાં ચૂંટણી દરમિયાન રોકડની હેરાફેરી પર પોલીસની ચાંપતી નજર છે. આ રૂપિયા કોઈ રાજકીય પાર્ટીના છે કે કેમ તે પણ હાલ તપાસ હેઠળ છે.
કારમાંથી બી એન સંદિપ નામનું કાર્ડ મળ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઈ શખ્સો ચૂંટણીમાં દારુ, ડ્રગ્સ કે નશીલા પદાર્થોની રેલમછેલ ન કરે, રોકડા કે બીજી કોઈ રીતે મતદાનને ખોટી અસર ન પાડી જાય તે માટે તંત્ર સજ્જ છે. ગુજરાતમાં ઘણા સ્થાનો પર સતત પોલીસ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના મહીધરપુરા વિસ્તારમાં જદાખાડી મહોલ્લા પાસે આવેલા રંગરેજ ટાવર પાસે પાર્કિંગમાં ઊભેલી એક મહારાષ્ટ્ર પાસિંગની MH.04.ES.9907 નંબરની ઈનોવા કારમાંથી લાખો રૂપિયા પકડાયા છે. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આ રૂપિયા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ અને આવકવેરા વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી છે. ઈનોવા કારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના વીઆઈપી પાર્કિંગનું બી એન સંદીપ નામનું કાર્ડ પણ હોવાનું જાણવા મળ્યું છે. આ રુપિયા કેટલા છે તેની હાલ વિગતો મળી નથી કારણ કે તંત્ર પણ રૂપિયા ગણવા માટે હાલ નોટોનું મશીન મગાવીને તેની ખરાઈ કરી રહ્યું છે. આ કાર કોની છે, રૂપિયા ક્યાંથી આવ્યા કેવી રીતે આવ્યા અને કોને આપવાના હતા તે સહિતની વિગતો વધુ તપાસ બાદ સામે આવી શકે તેમ છે.
#BREAKING_NEWS #Surat માં મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી મળી લાખો રૂપિયાની રોકડ, તંત્રએ નોટો ગણવાનું મશીન મગાવવું પડ્યું. પાર્ક કરેલી કારમાંથી મળેલી આટલી મોટી મત્તા કોની? કાર પર કોંગ્રેસનું સ્ટિકર, તપાસ શરૂ#Election2022 #electionwithgujarattak pic.twitter.com/ug2qMQnsCz
— Gujarat Tak (@GujaratTak) November 22, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT