સુરત: 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન, વરસાદમાં પાઈપ પકડી લેતા કરંટ, 4 દિવસમાં 3 વ્યક્તિના જીવ ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરત: ગુજરાતના સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ લોકોની પરેશાનીઓ પણ શરૂ થઈ ગઈ છે. શહેરમાં એક તરફ જ્યાં લોકો પાણી ભરાવાથી પરેશાન છે તો બીજી તરફ વીજ કરંટથી લોકોના મોત થઈ રહ્યા છે.છેલ્લા 4 દિવસમાં 3 અલગ-અલગ લોકોએ વીજ કરંટથી જીવ ગુમાવ્યા છે.

પાણીથી બચવા પાઈપ પકડી અને કરંટ લાગ્યો
સુરત શહેરના ઉધના વિસ્તારમાં ફૂટપાથ પરથી પસાર થઈ રહેલા 37 વર્ષીય પ્રદીપ વર્માનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. સુરતના ઉધના વિસ્તારમાં રહેતો 37 વર્ષીય પ્રદીપ વર્મા મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. પ્રદીપ વર્મા છેલ્લા ઘણા સમયથી સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા હતા અને સુરતમાં મજૂરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. 27 જૂનની રાત્રે સોસાયટીની નજીક પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે તે ફૂટપાથ પર ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. પાણીમાંથી બચવા માટે, એક જગ્યાએ તેણે ફૂટપાથ પર પાઇપ પકડી હતી અને તેમાં ઇલેક્ટ્રિક કરંટ ચાલતો હતો. જે તેને પકડી લીધો હતો અને તે ફૂટપાથ પર જ મૃત્યુ પામ્યો હતો. મૃતક પ્રદીપ વર્માના લગ્ન 5 મહિના પહેલા જ થયા હતા. તે તેની પત્ની અને બે બહેનો સાથે ઘરે રહેતો હતો. 15 દિવસ પહેલા તેણે તેની પત્નીને ઉત્તર પ્રદેશમાં તેના ગામ મોકલી હતી, હાલમાં તેની બે બહેનો તેની સાથે રહેતી હતી.

ગીરનારમાં ધોધમાર વરસાદથી સોનરખ નદીમાં આવ્યું ધસમસતું પાણી, લોકો જોવા ઉમટ્યા

પ્રદીપ વર્માને વીજ કરંટ લાગતા જોઈને એક સ્થાનિક યુવકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને બચાવવા ગયેલો એક યુવક પણ વીજ કરંટ લાગતાં નીચે પડી ગયો હતો. જેના કારણે તેને પણ ઈજા થઈ હતી. પ્રદીપ વર્માને વીજ કરંટ લાગતા સ્થાનિક લોકોએ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો અને ત્યારબાદ પ્રદીપ વર્માને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 7 મહિના પહેલા મૃતક પ્રદીપ વર્માના મોટા ભાઈનું પણ કોઈ કારણસર અવસાન થયું હતું અને હવે 7 મહિના પછી તેનું પણ મૃત્યુ થયું છે. 7 મહિનામાં વર્મા પરિવારના 2 લોકોના મોતથી વર્મા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT