અમદાવાદના હાટકેશ્વર બ્રિજની જેમ જ સુરતમાં બ્રિજ કૌભાંડઃ મંત્રીઓએ કરી નાખ્યું ઉદ્ઘાટન પણ બ્રિજ અડધો તૈયાર
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના કીમ વિસ્તારમાં ઓવર બ્રિજ બનાવવા માટે સરકારે એક કન્સ્ટ્રકશન કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. કામ શરૂ કરવાની તારીખ 14.08.2017 હતી અને તારીખ…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના કીમ વિસ્તારમાં ઓવર બ્રિજ બનાવવા માટે સરકારે એક કન્સ્ટ્રકશન કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. કામ શરૂ કરવાની તારીખ 14.08.2017 હતી અને તારીખ 13.01.2019 ના રોજ કામ પૂરું કરવાનું હતું.એટલે કે 18 મહિનામાં કામ પુરુ કરવાનું હતું પણ 68 મહિના બીતી ગયા છે તો પણ કામ પૂરું નથી થયું. થોડા દિવસ પહેલા આ એક સાઈડ બનેલા ઓવર બ્રિજનું કેન્દ્ર સરકારના રેલવે રાજ્યમંત્રી અને ગુજરાત સરકારના મંત્રી મુકેશભાઈ પટેલે અધૂરા બ્રિજને રીબીન કાપી ઉદઘાટન કરી નાખ્યું હતું.
બ્રીજનું કામ કોને અપાયું અને કેવી રીતે થવાનું હતું
સ્થાનીક તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી આ બ્રિજના નિર્માણની કામગીરી રચના કન્સ્ટ્રક્શન નામની કંપનીને સોંપાયું હતું. જેનું કામ વર્ષ 2017માં ઓગસ્ટ મહિનામાં શરૂ કરવાનું હતું અને તેને 2019માં જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાનું હતું. આ ટેન્ડરની રકમ 46,43,91,077,500 નક્કી કરાઈ હતી. જોકે 18 મહિનામાં જે બ્રિજનું કામ થવાનું હતું આજે 68 મહિના થયા પણ બ્રિજ માંડ અડધો જ તૈયાર થયો છે.
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા નાદાર થશે? IMFએ પણ ચેતવણી આપી
અડધો તો અડધો બ્રિજ… ચાલો ઉદ્ઘાટન કરીએ
આ તરફ વર્ષોથી લોકો આ બ્રિજ નિર્માણની કામગીરીથી પરેશાન છે. અવરજવરમાં કેટલીય મુશ્કેલીઓ વચ્ચે વિકાસની કામગીરી રચના કન્સટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવેલા ઢીલા કામને કારણે ધીમી ગતિએ ચાલી રહી છે. હાલમાં આ બ્રિજને અડધો જ બનાવવામાં આવ્યો છે ત્યારે જાણે નેતાઓને ઘડીભર પણ અડધા બ્રિજના ઉદ્ઘાટન કરવામાં શરમ ન આવી હોય તેમ અથવા તો અડધો તો અડધો બસ બ્રીજનું ઉદ્ઘાટન કરી તાયફો થઈ જાય એટલે બસ આવું કાંઈક વિચારીને જાણે કામગીરી કરાઈ હોય તેમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એક તરફ રચના કંસ્ટ્રક્શન પર કામગીરી અધૂરી કરવા અને નિયત સમય પર કામ પુરુ નહીં કરવાને લઈને એક્શન લેવાવા જોઈએ ત્યાં નેતાઓ અડધા બ્રિજના ઉદ્ઘાટન કરીને ખુશ થઈ રહ્યા છે. નેતાઓના આવા જ તાયફાઓ લોકોને પરેશાન કરી મુકતા હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT