સુરતમાં અશોક ગેહલોતે કહ્યુઃ ભાજપનો એજન્ડા છે કે ઈલેક્શન કમીશનને પ્રભાવિત કરો અને ચૂંટણી જીતો
સુરતઃ સુરતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે નરેન્દ્ર મોદી અને ભાજપની મોડલ વાળી થિયરી છે, અને અમે તો કામ કર્યું…
ADVERTISEMENT
સુરતઃ સુરતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે નરેન્દ્ર મોદી અને ભાજપની મોડલ વાળી થિયરી છે, અને અમે તો કામ કર્યું છે. તેમણે આ ઉપરાંત પત્રકારો સાથેની વાતચિતમાં ગુજરાતમાં ભાજપને કેમ 4 વર્ષ કામ કર્યા પછી દેશમાં પહેલી વખત થયું કે સરકાર જ બદલી નાખવામાં આવી, આટલા વર્ષ કામ કરનારાઓ નક્કામા હતા કે બદલી દેવાયા?
ઈલેક્શન કમિશનને પ્રભાવિત કરો અને ચૂંટણી જીતોઃ ગેહલોત
ગુજરાતના પ્રવાસ પર અશોક ગેહલોત ભાજપ અને આમ આદમી પાર્ટીને આડેહાથ લઈ રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ગેહલોતે ગુજરાતના સુરતમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું છે કે, ભાજપનો એજન્ડા છે કે ઈલેક્શન કમીશનને પ્રભાવિત કરો અને ચૂંટણી જીતો. તેમણે કહ્યું કે સરકાર બદલ દેવામાં આવી હોય તેવું દેશમાં પહેલી વખત થયું. શું 4 વર્ષ કામ કરનારા નક્કામા હતા કે તેમને બદલી નાખવામાં આવ્યા? દરેક વર્ગમાં અસંતોષ છે, મજબુરીમાં આપની સાથે છે.
કેજરીવાલ પેકેજ આપી પ્રચાર કરે છે
તેમણે કહ્યું કે, તમારી ગૌરવ યાત્રા પણ ફેલ થઈ ગઈ, સામાન્ય લોકોમાં આક્રોશ છે. કોંગ્રેસ તૈયાર છે. મોદીજી કહે છે કે કોંગ્રેસ ચુપચાપ કામ કરી રહી છે. રાહુલજીના નેતૃત્વમાં મોટી રેલી થઈ રહી છે. હાલની સ્થિતિ એવી છે કે મીડિયા પણ દબાણમાં છે. તેમણે કેજરીવાલની વાત કરતાં કહ્યું કે, કેજરીવાલ પેકેજ આપીને પ્રચાર કરે છે. ગુજરાત ચૂંટણીમાં કેજરીવાલે એવો પ્રચાર કર્યો છે જાણે ત્રણ મહિનામાં બધુ જ બદલાઈ જશે. તેમની પાસે તો ઉમેદવાર પણ નથી, કોંગ્રેસમાંથી ટિકિટ ન મળ્યાને પછી તમારી પાસે આવીને લઈ લેવાય તેવી ફિરાકમાં છે.
ગુજરાતમાં હિંસા અને તણાવ વધ્યા છેઃ ગેહલોત
તેમણે ઉમેર્યું કે, ઈન્દીરાજીએ જીવ આપી દીધો, પણ ખાલિસ્તાન ન બનવા દીધું. એક તરફ એક પાર્ટી છે જે લોકતંત્રને જીવંત રાખી રહી છે. જ્યાં ભાજપ ધર્મના નામ પર સરકારમાં આવે છે, સંવિધાનને નથી માનતું. ગુજરાતના ગાંધીના પ્રદેશમાં હિંસા અને તણાવનો માહોલ છે. વિચારધારાની રાજનીતિ હોવી જોઈએ. પરંતુ જે રીતે ગવર્નિંગ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. રાજસ્થાનમાં 70 વર્ષમાં 350 અને 3 વર્ષમાં 250 કોલેજ ખુલી. ગામમાં કોલેજ બનશે. બાળકો વિદેશ ભણવા માટે જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે કોચિંગ યોજના છે. ઘણા પ્રકારની યોજનાઓ છે. નોકરીના મામલામાં અમે 3 લાખ નોકરીઓ આપી છે. 1.25 લાગી ચુક્યા છે અને 1 લસાખને લઈને કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
નેતાઓનના ખરીદ-વેચાણમાં પૈસા ક્યાંથી આવે છેઃ ગેહલોત
તેમણે ઓપીએસનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી પહેલા ઓપીએસ લાગુ કરવામાં આવે. મોદી સરકાર કેન્દ્રમાં ઓપીએસ (જુની પેન્શન યોજના) લાગુ કરે તેના માટે હું અપીલ કરું છું. ગુજરાતમાં આવું ગુડ ગવર્નન્સ આપવા માગે છે. જનતા અમને તક આપે. અહીં તો કાળા ઝંડા દેખાડવાથી પણ પાસા થઈ જાય છે. લોકતંત્રમાં આલોચના, ધરણા પ્રદર્શન થવા જોઈએ. પરંતુ ભાજપ સહન કરી શકતી નથી. ભાજપનું જે મોડલ છે તે અરુણાચલ પ્રદેશથી શરૂ થયું છે જ્યાં કોંગ્રેસ સરકારને પણ ભાજપમાં બદલી દેવાઈ સરકાર ખરીદવેચાણ કરે છે ક્યાંથી આવે છે આ પૈસા? ગુજરાતના લોકોએ સમજવું પડશે કે લોકતંત્ર ક્યાં જઈ રહ્યું છે. મોડલની થિયરી મોદીજીની છે. અમે કામ કર્યું છે.
(વીથ ઈનપુટઃ સંજય રાઠોડ, સુરત)
ADVERTISEMENT
ADVERTISEMENT