સુરતમાં આંગણવાડીની આ દશા, ખાટકિઓએ કતલ કરવાના ઢોર બાંધ્યાઃ Video વાયરલ

ADVERTISEMENT

Anganwadi
Anganwadi
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત રિંગરોડ ખાજા નગરના ખાટકીઓ બન્યા બેફામ સુરત મહાનગર પાલિકાની આંગણવાડીમાં કતલ કરવા લાવેલા પશુઓ બળજબરીથી બાંધવામાં આવે છે. સુરતના તંત્ર માટે આ શરમ જનક બાબત કહી શકાય છે. આંગણવાડીની આવી હાલત પણ થાય તે સુરતીઓએ વિચાર્યું પણ નહીં હોય. આવી રીતે ઢોર બંધાતા હોવાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

કલત બાદ વધેલો ભાગ ફેંકાય છે ખાડીમાં
આગામી સમયમાં ઈદનો તહેવાર આવતો હોવાથી આ બાબત ગંભીરતાથી લેવા જેવી છે અન્યથા કોઈ મોટી માથાકૂટ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. સુરતના રિંગરોડ પર આવેલા ખાજાનગરમાં ગેરકાયદેસર કતલ કરવાની વગર લાયસન્સની દુકાનો આજ પણ ધમધમે છે અને મોટા પશુઓની કતલ થાય છે. ઘણીવાર તો ડ્રેનેજ પણ જામ થાય છે. જાનવરોનો વધેલા સિંગ ઓઝરી આતરડા જેવા ભાગો ખાડીમાં નાખી દેવામાં આવે છે તેવા પણ આક્ષેપો છે અને તેના કારમે લોકો ત્રાહિમામ છે. આજરોજ લિંબાયત ઝોન દ્વારા ચીમકી અપાઇ છે અને માર્કેટ સુપ્રિટેન્ડન્ટને પણ જણાવવામાં આવ્યું છે તથા સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા આવા તત્વોને ડામવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. બકરી ઈદનો તહેવાર શાંતિથી પસાર થાય એના તમામે પ્રયત્ન કરવા ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી દ્વારા આ બાબતની રજૂઆત થઈ છે.

સુરતમાં પતિની હત્યા કરી ઓડિશા ટ્રેન એક્સિડેન્ટમાં ખપાવવાનો કારસોઃ પત્નીનું ચોંકાવનારું પ્લાનીંગ

ભારતીય ગૌ રક્ષા મંચ સુરતના અધ્યક્ષ ધર્મેશ ગામીએ આ અંગે શું કહ્યું આવો સાંભળીએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT