ડ્રગ્સની પહેલા યુવાનોને ખબર ન્હોતી પડતી, હવે ડ્રગ્સ ઘરે ઘરે પહોંચ્યું છે, ગુજરાત બનાવ્યું નહીં બગાડ્યું છેઃ અલ્પેશ કથિરિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીમાં હાલમાં જ જોડાયેલા નેતા અને વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથિરિયાએ આજે શનિવારે પત્રકારો સાથેની વાતચિતમાં ભાજપને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ઠેરઠેર નિર્માણ અને મહોલ્લા ક્લિનિકની જરૂર છે. ભાજપ, કોંગ્રેસ, આપ દરેક ફ્રીની વાતો કરે છે. તમારા મારા ટેક્સના પૈસાથી જ અને તેના આયોજનથી જ આ વહેંચણી થતી હોય છે. યુનીટ દીઠ દોઢ રૂપિયો ભાવ વધારો થયો. ભાજપ બીજા રાજ્યોમાં ગુજરાત કરતા સસ્તી વીજળી આપે છે. ઘરના ઘંટી ચાટે છે…

ગુજરાત તમે બનાવ્યું નથી બગાડ્યું છે, ડ્રગ્સ ઘર ઘર સુધી પહોંચ્યુંઃ કથિરિયા
તેમણે કહ્યું કે, વાત કરે છે અમે ગુજરાત બનાવ્યું, આ ગુજરાત, સરદાર, ગાંધીજી, ભગતસિંહે બનાવ્યું છે. માતાઓ વીર જવાનોએ શહીદી આપી છે ત્યારે ગુજરાત બન્યું છે ભારત બન્યું છે. ગુજરાતની લડાઈમાં જે પક્ષો ક્યારેય દેખાયા નથી, 1 ટકો યોગદાન નથી તે આજે ગુજરાત બનાવવાની વાતો કરે છે. ગુજરાત બનાવ્યું નથી ગુજરાત બગાડ્યું છે. ઠેરઠેર ડ્રગ્સના વ્યસન થઈ ગયા છે. 20 વર્ષ પહેલા ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરામાં ઠેરઠેર યુવાનોને ખબર પણ નહોતી ડ્રગ્સ શું છે, આજે ઘર ઘર સુધી પહોંચી ગયું છે, આ ગુજરાત બગાડ્યું છે. ગુજરાતની પ્રજાને સુવિધાઓથી વંચીત રાખીને ગુજરાત બગાડ્યું છે. 2000 સરકારી શાળાઓને તાળા મારો છો અને 4000 ખાનગી શાળાઓને મંજુરી આપો છો, આ ગુજરાત બગાડ્યું છે તમે.


કેશુબાપાનું સપનું ભાજપે પુરું ન કર્યું- કથિરિયા
તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલમાં વોર્ડ ઘટી રહ્યા છે, ડોક્ટર નથી મળી રહ્યા, શિક્ષકોની ઘટ્ટ છે. 1235 સ્કૂલમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી આ ગુજરાતને બગાડ્યું છે તમે ગુજરાતને તરસ્યું રાખ્યું છે. કેશુબાપાના સપનાને સાકાર નથી થવા દીધું. તેમનું સપનું હતું કે કલ્પસર પુરો થાય, અને કલ્પસરથી 18000 ગામડાઓ ખુશખુશાલ રીતે પાણી મેળવે, સારો પાક મેળવી શકે, કેશુબાપાના સપનાને પુરુ ન કરનારા ભાજપાએ ગુજરાતને બગાડ્યું છે, ખેડૂતોને પાણીથી વંચિત રાખ્યા છે.

ADVERTISEMENT

ભાજપના પૂર્વ નેતા આપમાં જોડાયા
તેમણે કહ્યું કે, ભાજપના સાવરકુંડલા 2000થી 2005 સુધી કોર્પોરેટર રહી ચુકેલા સોનલબેન ચુડાસમા, વોર્ડ છ. આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં કોર્પોરેટર હોવા છતા હિટલરશાહીથી, ઉદ્યોગોને ધમકાવાથી અસંતુષ્ટ છે. સોનલબેનને આવકારીએ છીએ. ભાજપથી કંટાળી 25 વર્ષ ભાજપમાં રહ્યા પછી હવે તે આપમાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT