રિલાયન્સના પ્રાણી સંગ્રહાલય વિરુદ્ધ થયેલી PIL સુપ્રીમ કોર્ટે ફગાવી, છાપાના કટિંગ લઇને લોકો અરજીઓ કરે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance industries) દ્વારા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (GZRRC) દ્વારા જામનગરમાં પ્રાણીસંગ્રહાલય ખોલવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે સંબંધિત વિભાગો અને તંત્ર પાસેથી પરવાના પણ લેવામાં આવ્યા હતા. જો કે આ અંગે એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. જેમાં પર્યાવરણથી લઇને પ્રાણીઓ સુધીનાં કેટલાક વાંધા અને નુકસાન રજુ કરવામાં આવ્યા હતા. જો કે આજે આ PIL ને પાયાવિહોણી ગણાવીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, GZRRC સામે લાગેલા આરોપમાં કોઈ પણ જાતના તર્ક અથવા આધારપુરાવાઓનો અભાવ છે. માત્ર કેટલાક સમાચાર માધ્યમોને આધારભુત બનાવીને આ PIL દાખલ કરી દેવામાં આવી છે. સુપ્રીમે જણાવ્યું કે, GZRRC ને પરવાનગી અને મંજૂરી આપતા સત્તાધિકારીઓના કામમાં કોઈ પ્રકારની બેદરકારી નથી. તમામ નિયમોની યોગ્ય ચકાસણી બાદ જ વિવિધ પરવાના આપવામાં આવ્યા છે.

જો કે GZRRC દ્વારા દાખલ કરાયેલા જવાબ અંગે સુપ્રીમે સંતોષ વ્યક્ત કર્યો હતો. જણાવ્યું કે, GZRRC ને ઓપરેશન્સ અને પ્રાણીઓના ટ્રાન્સફર માટે આપવામાં આવેલી પરવાનગીથી સંતુષ્ટ છીએ અને તેમની આ અંગેની કાર્યવાહી તમામ કાયદાઓ અનુસાર અને અધિકૃત છે.

ADVERTISEMENT

કોર્ટે GZRRCની માળખાકીય સુવિધાઓ, કામગીરી, પશુચિકિત્સકો, ક્યુરેટર્સ, જીવવિજ્ઞાનીઓ, પ્રાણીશાસ્ત્રીઓ અને તેના દ્વારા સંકળાયેલા અન્ય નિષ્ણાતો વિશેના પોતાના જવાબની પણ નોંધ લીધી હતી. GZRRC એ કોર્ટમાં જણાવ્યું કે, તેઓ ઝૂઓલોજિકલ પાર્કની સ્થાપના કરી રહ્યા છે. જે શૈક્ષણિક હેતુ ઉપરાંત જાહેર પ્રદર્શન માટે ખુલ્લું રહેશે. જ્યારે તેની બાકીની સુવિધાઓ જરૂર હોય તેવા પ્રાણીઓના બચાવ અને કલ્યાણ માટે બચાવ કેન્દ્ર તરીકે પણ ઉપયોગ કરી શકાશે. જેથી આ સંપુર્ણજનહિત માટે કરવામાં આવતી કામગીરી છે. પ્રાણીઓના કલ્યાણ, બચાવ અને પુનર્વસન અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે માત્ર ભારતમાં જ નહિ વિશ્વભરમાં કામ કરશે.

સુપ્રીમ કોર્ટે અરજદારની ઝાકટણી કાઢતા કહ્યું કે, પીઆઇએલ દાખલ કરનાર વ્યક્તિ આ બાબતે નિષ્ણાંત નથી. તેણે માત્ર વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતા અહેવાલોને ટાંકીને પીઆઇએલ દાખલ કરી દીધી છે. આ કોઇ નિષ્ણાંત વ્યક્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT