21મી સદીમાં અંધશ્રદ્ધા ભારે પડી, 4 ભૂવાએ ખંખેર્યા રૂપિયા

ADVERTISEMENT

police station
police station
social share
google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: આધુનિક યુગમાં પણ હજુ ભૂતપ્રેતનો ભય અશિક્ષિત લોકોમાં રહેલો છે. જેમાં ગામડાઓમાં રહેતી ભોળી જનતાને ભૂત,ચૂડેલ, જિન જેવા પ્રેતાત્માનો ભય બતાવી, કહેવાતા ભૂવાઓ લૂંટી રહ્યા છે. લોકોના ડરનો ઉપયોગ પોતાના લાભ માટે કરી રહ્યા છે. તંત્રમન્ત્રના નામે વિધિ કરતા લેભાગુઓ મોટાભાગે દરેક ગામડાઓમાં જોવા મળે છે. ત્યારે ભાભરના મીઠાં ગામમાં એક શ્રમજીવી પરિવારના ઘરમાં ચૂડેલનો વાસ છે. તેવો ભ્રમ ફેલાવી,પોતાની જાતને મેલડીમાં નો ભુવો બતાવી,પીડિતો પાસેથી વિધિ કરવાના નામે 1.30 લાખ ખંખેરનાર ચાર ભૂવાઓ પૈકીના બે સ્થાનિક આગેવાનોએ ઝડપી, મેથીપાક ચખાડી,ભાભર પોલીસ હવાલે કરેલ છે. જોકે ભાગી ગયેલ બે ભૂવાઓની પોલીસે શોધ હાથ ધરી છે.

ભૂતપ્રેતનો ભય બતાવી ઠગવાની પદ્ધતિ
ભાભર તાલુકાના મીઠાં ગામે રહેતાં રમીલાબેન લેરાજી ઠાકોરના ઘરમાં અશાંતિ રહેતી હતી. ખેતવાડી મજૂરીમાં પણ ખાસ આવક થતી ના હોઈ તેઓ પરેશાન રહેતાં હતા. જોકે તે દરમ્યાન તેઓને કોઈકે કહેલ કે કોઈ સારા ભુવાજીને બતાવો તો કોઈ દેવદુખ હોય તો ખબર પડે. જેથી પીડિત રમીલાબેન ઠાકોરે દિયોદર લક્ષ્મીપુરા રહેતાં અરવીંદભાઈ રાવળનો સંપર્ક કર્યો. અરવીંદ રાવળ સાથે તેના અન્ય ત્રણ સાગરીતો ગુલાબભાઇ હકીમભાઈ સિંધી, વિહાભાઈ ખુમાભાઈ પરમાર તથા વરસુંગજી સેંધાજી ઠાકોર પણ પીડિતના ઘરે પહોંચ્યા. ધુણવાનો દેખાવ કરી જાહેર કર્યું કે રમીલાબેન તમારા ઘરમાં ખતરનાક ચૂડેલ વાસ કરે છે. ખેડાન મેદાન કરવા આવી છે. જલ્દી તેને કબ્જે કરવા વિધિ કરવી પડશે, નહિતર બધા જીવથી જશો. .જેથી પરિવાર ચૂડેલને ભગાડવા તમામ વિધિ કરવા મજૂરી આપતા ચૂડેલનો ભય બતાવી, ટુકડે ટુકડે પીડિત મહીલા પાસે થી આ ચાર ઠગોએ એક લાખ ત્રીસ હજારની રકમ પડાવી હતી.

જોકે તેમ છતાં ઘરમાં અશાંતિ રહેતાં પીડિતાએ પોતાના સમાજના આગેવાનોને સઘળી વાત કરતા, આ ભૂવાઓને મીઠાં ગામે પીડિતાના ઘેર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં આગેવાનોએ તેમની ઉલટતપાસ કરતાં બે રફુચક્કર થયા હતા. જયારે બે ઝડપાયા હતા. જોકે તે બાદ ઉશ્કેરાયેલ લોકોએ આ ઠગ બનેલ ભૂવાઓને મેથીપાક ચખાડ્યો હતો. જયારે બીજી તરફ ઘટનાની જાણ થતાં ભાભર પીએસઆઇ ઘટના સ્થળે પહોંચી બન્ને આરોપીને ઝડપી પાડ્યા હતા.આ ચાર ઠગો વિરુદ્ધ પોલીસે આઇપીસી કલમ 420,504, 506 મુજબ ગુનો નોંધ્યો છે.અને ભાગેડુ અન્ય બે ભૂવાઓ ઝડપવા તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

ભારત જનવિજ્ઞાન જાથા આવ્યું મેદાને
આ મામલે જનવિજ્ઞાન જાથાના લોયર જ્યંત પંડ્યાએ ગુજરાતતક સાથેની ટેલિફોનિક વાર્તાલાપમાં જણાવ્યું હતું કે ” ભાભર પોલીસ હદવિસ્તારના મીઠાં ગામની આ ઘટના આધુનિક યુગમાં કલંક સમાન છે. આવા ઠગ નિર્દોષ મહિલાઓનું આર્થિક, માનસિક અને શારારીક શોષણ પણ કર્યાના અનેક બનાવો નોંધાયા છે. બનાસકાંઠા dspની આ કેસમાં ન્યાયિક દરમ્યાનગીરી જરૂરી છે. કેમકે માની શકાય કે આ ચાર ભૂવાઓએ અન્યોને પણ ભૂતપ્રેત ભય બતાવી લુંટ્યા હશે. અમો બનાસકાંઠા એસપીને આ મામલે એસઆઈટી બનાવી યોગ્ય તપાસ કરવાણી માંગ કરી છે. જો અન્ય પીડિતો પણ બહાર આવે તો આ ઠગો સામે વધુ બનેલ ગુનાઓ નોંધવા માંગ કરી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT