અમદાવાદમાં વરસાદની સુપરફાસ્ટ બેટિંગ શરૂ, જાણો ક્યાં પડ્યો વરસાદ
અમદાવાદઃ ઉનાળાથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી ત્યારે હવે ચોમાસું નજીક આવતા વરસાદી મહિલ બની રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ…
ADVERTISEMENT
અમદાવાદઃ ઉનાળાથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી ત્યારે હવે ચોમાસું નજીક આવતા વરસાદી મહિલ બની રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદી ઈનીગ શરૂ થઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદના નરોડા, નારોલ, શાહીનબાગ કાલુપુર, શાહપૂરમાં વરસાદ, બોપલ,ઘુમા, શિલાજ , સોલા ગોતા, રાણીપ, વાડજ બાપુનગર, ઘાટલોડિયા,નિર્ણયનગર, સાબરમતી ચંદલોડિયામાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
ગઇકાલે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી હતી કે રાજ્યમાં રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. ગાજવીજ, તોફાની પવન ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી હતી. જ્યારે આજે રવિવારે નર્મદા, તાપીમાં વરસાદ પણ પડી શકે છે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે. વરસાદ ઉપરાંત અમદાવાદમાં 7, 8 જૂને યલો એલર્ટ જાહેર કરાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT