સુરતના વિદ્યાર્થીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગોલ્ડ પ્લેટેડ વેલેન્ટાઇન ટ્રી, જાણો શું છે ખાસ
સુરત: દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણીકરવામાં આવે છે થાય છે. ત્યારે આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગિફ્ટ આપતા હોય છે. અને પોતાનો પ્રેમ વ્યક્ત…
ADVERTISEMENT
સુરત: દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણીકરવામાં આવે છે થાય છે. ત્યારે આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગિફ્ટ આપતા હોય છે. અને પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં હોય છે. ત્યારે હવે સુરતના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે. વેલેન્ટાઈન ડે પર વડાપ્રધાનને ગોલ્ડ પ્લેટેડ 151 રોઝનું વેલેન્ટાઇન ટ્રી આપવા જઈ રહ્યા છે.
સુરતની ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદી માટે ખાસ વેલેન્ટાઈન ટ્રી તૈયાર કર્યું છે. ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેલેન્ટાઇન ટ્રી ગિફ્ટ કરશે.
જાણો શું ખાસ છે આ વેલેન્ટાઈન ટ્રીમાં
સુરતની ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 151 ગોલ્ડ રોઝથી આ વેલેન્ટાઇન ટ્રી બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે દેશના પીએમ મોદી તેમના આદર્શ છે. તેઓ હરહંમેશ વિદ્યાર્થીની ચિંતા કરતા હોય છે. પીએમ મોદી વિદ્યાર્થીઓના યુથ આઇકોન માનવામાં આવે છે. આ રોઝ ગોલ્ડની પીએમ મોદીને કાયમી યાદગીરી રહે તે માટે ગિફ્ટ આપવા માગીએ છીએ.
ADVERTISEMENT
લોકો સામાન્ય રીતે એકબીજાણએ આપવા માટે રિયલ રોઝ અથવા તો અન્ય ફૂલોથી તૈયાર થતું બુકે આપતા હોય છે. પરંતુ જ્યારે વાત દેશના વડાપ્રધાનની છે. ત્યારે સુરતના ઑરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન માટે 151 ગોલ્ડ પ્લેટડ રોઝનું ખાસ વેલેન્ટાઇન ટ્રી તૈયાર કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેલેન્ટાઇન ડે પર આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT