ગાંધીનગર RTOમાં બનેલા તમામ બોગસ લાયસન્સ પર થશે આકરી કાર્યવાહી, જાણો શું લેવાયો નિર્ણય
ગાંધીનગર: આર.ટી.ઓ.ના લાયસન્સ કોભાંડમાં નવા ખુલાસા થયા છે. બનાવટી દસ્તાવેજો ઉભા કરી અથવા સીધા RTOમાં સિસ્ટમ સાથે ચેડા કરીને ડ્રાઇવિંગ લાયસન્સની હોમ ડિલિવરી થતી હોવાની…
ADVERTISEMENT
ગાંધીનગર: આર.ટી.ઓ.ના લાયસન્સ કોભાંડમાં નવા ખુલાસા થયા છે. બનાવટી દસ્તાવેજો ઉભા કરી અથવા સીધા RTOમાં સિસ્ટમ સાથે ચેડા કરીને ડ્રાઇવિંગ લાયસન્સની હોમ ડિલિવરી થતી હોવાની જાણકારી મળી છે. ત્યારે આ કૌભાંડમાં પોલીસ એક્શન મોડમાં આવ્યું છે. આરટીઓ કચેરીમાં બનેલા તમામ બોગસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
સાયબર ક્રાઈમ સેલની તપાસમાં ખુલાસો થયો છે કે પાછલા વર્ષ દરમિયાન, ગાંધીનગર આરટીઓ દ્વારા 2000 થી વધુ લાયસન્સ એવા વ્યક્તિઓને આપવામાં આવ્યા હતા જેમણે ન તો ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યો હતો કે ન તો આરટીઓ પરિસરમાં પગ મૂક્યો હતો. આ કોભાંડમાં સામેલ ગાંધીનગરના પ્રાદેશિક પરિવહન અધિકારી અને મદદનીશ પ્રાદેશિક પરિવહન અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.તેમજ બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસ યથાવત છે.
ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી ગયા
લોકો ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી રહ્યા હતા. અકસ્માત થવાની સંભાવનાઓ વધી ગઈ છે. કારણ કે ખોટી રીતે લાયસન્સ મેળવનાર ખરેખર કેવી રીતે વાહન ચલાવવું તે જાણતા જ નથી.
ADVERTISEMENT
સસ્પેન્ડ થશે આ લાયસન્સ
બોગસ લાયસન્સને લઈ અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. ત્યારે આ પ્રકારના લાયસન્સ પર તંત્ર એક્શનમોડ પર આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરટીઓ કચેરીમાં બનેલા તમામ બોગસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. ત્યારે 2 હજારથી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ બોગસ બન્યા હોવાનું તારણ હાલ બહાર આવી રહ્યું છે.
ગત વર્ષે 14 હજાર લાયસન્સ થયા હતા ઇસ્યુ
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગાંધીનગર આર.ટી.ઓમાંથી વર્ષ 2022 માં 14 હજાર જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં માત્ર 4 હજાર જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એટલે પોલીસને એ પણ શંકા છે કે વર્ષ 2022 માં આ રીતે ટેસ્ટ આપ્યા વગર જ અનેક લાયસન્સ ઇસ્યુ થયા હોય શકે છે. જે મામલે પણ પોલીસે ટેકનિકલ મદદ લઈને તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ તપાસ દરમિયાન મસ મોટું કૌભાંડ બહાર આવે તો પણ નવાઈ નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT