અમદાવાદમાં 4-5 કૂતરાનું ટોળું ઘોડિયામાં સૂતેલી બાળકીને ખેંચી ગયું, ધ્રુજી જવાય તેવી ઘટના VIDEOમાં કેદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં રખડતા શ્વાનના બાળકો પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. તાજેતરમાં સુરત બાદ હવે અમદાવાદમાં ધ્રુજાવી મૂકે તેવો શ્વાનના હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં જુહાપુરા વિસ્તારમાં ઘોડિયામાં ઊંઘી રહેલી બાળકીને શ્વાન ખેંચી ગયા અને તેને બચકા ભરીને જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાનના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે સ્થાનિકોએ દોડીને બાળકીનો જીવ બચાવી લીધો હતો.

ઘોડિયામાં સૂતેલી બાળકીને કૂતરા ખેંચી ગયા
જુહાપુરા વિસ્તારમાં મકાનના કોટ પાસે છાયડામાં બાળકીનું ઘોડિયું બાંધીને શ્રમિક પરિવાર કામ કરી રહ્યો હતો. દરમિયાન ત્યાં અચાનક ચાર-પાંચ શ્વાન આવી ગયા અને ઘોડિયામાંથી બાળકીને ખેંચીને તેને બચવા ભરવા લાગે છે. આટલું જ નહીં બાળકને જમીન પર રગદોળે છે. જોકે ઘટના સમયે કોઈ ત્યાં હાજર હોતું નથી. એવામાં કૂતરાઓ બાળકીની ખેંચ તાણ પણ કરે છે.

ADVERTISEMENT

બાળકીને લઈને દોડ્યા કૂતરા
બાદમાં સ્થાનિક વ્યક્તિની નજર પડતા તે પાછળ દોડે છે. શરૂઆતમાં તો કૂતરું બાળકને પકડીને દોડે છે. પરંતુ બાદમાં રસ્તા પર જ તેને છોડીને ત્યાંથી ભાગી જાય છે. બાળકી પર હુમલાની કંપાવનારી આખી ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. જે બાદ ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હાલમાં બાળકીની સ્થિતિ સારી હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ જે રીતે બાળકી પર હુમલો કરે છે તે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે અને વાલીઓએ પોતાના બાળકને એકલા છોડતા પહેલા ખાસ સાવચેત રહેવું જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT