રાજ્યમાં ભાદરવે ભરપુર વરસશે મેઘરાજા, અમદાવાદમાં તોફાની બેટિંગ, અડધો કલાકમાં પાણી જ પાણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ :  ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આાગાહી સાચી પણ ઠરી રહી છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પણ ખાબકી રહ્યો છે. આવું જ વાતાવરણ આગામી 5 દિવસ સુધી જોવા મળશે. જો કે વરસાદની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પણ આ જ પ્રકારની હતી.

અમદાવાદના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ
આગાહી અનુસાર આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદનાં મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. શહેરના મણીનગર, બોપલ, ઘુમા, એસજી હાઇવેના આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. વેજલપુર, પ્રહલાદનગર, શિવરંજની, નહેરુનગર સહિતના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો હતો.

વરસાદના પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફીકજામ
વરસાદ એટલો તોફાની હતો કે, થોડા અંતરે જોવું પણ મુશ્કેલ બન્યું હતું. તોફાની વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફીક જામ પણ સર્જાયો હતો. આ ઉપરાંત ઠેરઠેર પાણી પણ ભરાયા હતા. અત્રે નોંધનીય છે કે, 40 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજના વરસાદને જોતા આ તો માત્ર ટ્રેલર છેતેવું કહી શકાય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT