વડોદરામાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમયી મોત, રાત્રે રૂમમાં સૂવા ગઈ સવારે લટકતી હાલતમાં મળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: શહેરના વડસર રોડ પર રહેતી ધો.10ની એક 15 વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સગીરાએ મોડી રાત્રે ઘરમાં જ ઓઢણીથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવાર આધાતમાં સરી પડ્યો છે. સગીરાએ માર્ચ મહિનામાં જ ધો.10ની પરીક્ષા આપી હતી. જોકે પરિવારને પણ દીકરીના આપઘાતનું કારણ માલુમ નથી. સમગ્ર મામલે હાલ પોલીસ યુવતીનો મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

અચાનક સગીરાના આપઘાતથી પરિવાર શોકમાં
વિગતો મુજબ, વડસરના મધુ સાગર સોસાયટીમાં રહેતી ધો.10ની વિદ્યાર્થિની પ્રિયા જોશીએ અચાનક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સગીરાએ મોડી રાત્રે પોતાના બેડરૂમમાં પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઈ લીધો હતો. સવારે પિતાએ દીકરીને લટકતી હાલતમાં જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાના પિતાના કહેવા મુજબ, તેમની દીકરી ભણવામાં હોશિયાર હતી અને માર્ચ મહિનામાં જ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી હતી. દીકરીએ કયા કારણોથી જીવન ટૂંકાવી લીધું તેની પરિવારને પણ જાણ નથી.

ADVERTISEMENT

પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
સગીરાનો મૃતદેહ પરિવારે પંખાથી ઉતારીને હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના શરીરમાં કોઈ જાતની હલનચલન ન દેખાતા બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ સગીરાના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. હાલમાં સગીરાના પિતાના નિવેદનના આધારે આપઘાતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT