SMC દ્વારા માધુપુરામાંથી દારૂ ઝડપાતા, કમિશ્નરે PI,PSI અને D સ્ટાફને સસ્પેન્ડ કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ ઝડપાયાની કાર્યવાહી બાદ તત્કાલ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટંરીગ સેલે કરેલી દારૂની રેડ બાદ અમદાવાદ પોલીસ શરમજનક સ્થિતિમાં જોવા મળી હતી. માધુપુરા પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી સ્ટાફના તમામ પોલીસકર્મીઓની તત્કાલ અસરથી બદલી કરવામાં આવી હતી.

માધુપુરા PI ગઢવીની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી
માધુપુરા પોલીસ સ્ટેશનના PI જી.આર. ગઢવીની વિશેષ શાખામાં તત્કાલ અસરથી બદલી કરી દેવાઇ હતી. તો D સ્ટાફના PSI સહિત તમામ પોલીસકર્મીઓને કે-કંપની, અમદાવાદ પોલીસ મુખ્યમથકે તત્કાલ અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જેના પગલે પોલીસ બેડામાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

પોલીસ કમિશ્નર કચેરીથી 4 કિલોમીટર દુર ઝડપાયો દારૂ
અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં 25 લાખનો દારૂ ભરેલો ટ્રક સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જેના પગલે અમદાવાદ પોલીસનું ખાસ કરીને માધુપુરા પોલીસનું નાક કપાયું હતું. 27 જાન્યુઆરીએ શુક્રવારે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની ઓફીસથી માત્ર 4 કિલોમીટરના અંતરે દુધેશ્વર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા 25.52 લાખની કિંમતનો 11,366 વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

ADVERTISEMENT

અમદાવાદ પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાઇ
ટ્રક ડ્રાઇવર અને નવ મજુરો સહિત કુલ 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ દારૂ વસ્ત્રાલના સોનું રાજપુત નામના બુટલેગરે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. દારૂ ખાલી કરીને ત્રણ બુટલેગરોને સપ્લાય કરવાનો હતો. જો કે મોટી માત્રામાં દારૂ ઝડપાયા બાદ માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની તલવાર લટકી રહી હતી. આખરે પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT