રાજ્ય સરકારે CNG-PNG માં 10 ટકા વેટ ઘટાડ્યો, LPG ના 2 સિલિન્ડર ફ્રી અપાશે
અમદાવાદ : દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા લોકોને ભેટ અપાઇ રહી છે. સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. વેટમાં રાજ્ય…
ADVERTISEMENT
અમદાવાદ : દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા લોકોને ભેટ અપાઇ રહી છે. સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના પગલે ગૃહિણી અને વાહનચાલકોને સીધો જ લાભ મળશે. આ અંગે જાહેરાત કરતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, નાગરિકો અને ગૃહીણીઓને એક હજાર કરોડ રૂપિયાની રાહત આપવાની અનોખી પહેલ સરકારે કરી છે. સાથે જ વર્ષમાં બે સિલિન્ડર પણ ફ્રી આફવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
બંન્ને સિલિન્ડરના નાણા સીધા જ તેમના ખાતામાં આવશે
બે સીલીન્ડર ફ્રી આપવાના કારણે કુલ 38 લાખ જેટલી ગૃહીણીઓને ફાયદો થશે. આ યોજના પાછળ સરકારને 650 કરોડ રૂપિયાની રાહત મળશે. 1700 કરોડ રૂપિયા સુધીની રાહત જનતાને મળશે. સીએનજીમાં 10 ટકા ઘટાડો ગણીએ તો કુલ પ્રતિ કિલો 6 થી 8 રૂપિયા જેટલો ઘટાડો થશે. આ પ્રકારે પીએનજીમાં પણ સાડા પાંચ રૂપિયાનો સુધો જ ફાયદો કીલો દીઠ મળવા પાત્ર થશે.
સરકાર દ્વારા સીએનજી અને પીએનજીની કિંમતમાં પણ ઘટાડો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગેસના બાટલા જે સરકાર દ્વારા ફ્રી આપવામાં આવશે તેના નાણા સીધા જ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત સીએનજી અને પીએનજીમાં સીધો જ ભાવ વધારો લાગુ પડશે. એટલે કે ભાવમાં ઘટાડો જ થશે. આ પ્રકારે ગુજરાતમાં દિવાળી પહેલા કે ચૂંટણી પહેલા જે ગણો તે પરંતુ સરકારે ફાયદો આપ્યો છે. મધ્યમવર્ગને મોટી રાહત મળી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT