STની અસલામત સવારી… રસ્તાની વચ્ચો વચ બસ બંધ પડતા મુસાફરોએ ધક્કા મારવા પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર: ગુજરાતમાં એસ.ટીની બસોમાં વારંવાર ખરાબ થવાની ફરિયાદો ઉઠે છે. જેના પગલે ઘણીવાર રસ્તાની વચ્ચે જ બસો બંધ પડી જતી હોય છે. જેના પરિણામે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે જામનગરમાં પણ આવી જ ઘટના સામે આવી છે. જેમાં રસ્તાની વચ્ચો વચ બસ બંધ થઈ જતા મુસાફરોએ બસને ધક્કો મારવો પડ્યો હતો. જેનો વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે.

રસ્તાની વચ્ચે જ બસ બંધ પડી
વડોદરા-ખંભાળિયા રૂટની ST બસનો વીડિયો હાલમાં વાઈરલ થયો છે. જેમાં બેડી ગેટ નજીક મુખ્ય માર્ગ પર એસ.ટી બસ બંધ પડી ગઈ હતી. એવામાં એસ.ટીના કન્ડક્ટર તથા મુસાફરોએ બસમાંથી નીચે ઉતરીને તેને ધક્કો મારવો પડ્યો હતો. બસના ધક્કો મારતા મુસાફરોનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

અનેકવાર એસ.ટીમાં ક્ષતિઓ સામે આવી ચૂકી છે
નોંધનીય છે કે, એસ.ટી નિગમ દ્વારા સલામત સવારી…એસ.ટી અમારી જેવા સૂત્રો તો આપી દેવાય છે, પરંતુ બસના મેઈન્ટેનન્સ પાછળ યોગ્ય ધ્યાન ન અપાતું હોવાના આક્ષેપ અનેકવાર ઉઠ્યા છે. આ પહેલા પણ એસ.ટીમાં બસ ફેઈલ થવાની, ચાલુ બસે ટાયર નીકળી જવા જેવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે ફરી એકવારનો મામલો સામે આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT