AHMEDABAD: શ્રીલંકન ક્રિકેટરે ગાંધીજીનો ચરખો ચલાવ્યો, BCCI સેક્રેટરી જય શાહ સાથે કરી ખાસ ચર્ચા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ સનથ જયસૂર્યાનું નામ શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. તેવામાં રવિવારે BCCIના સેક્રેટરી જય શાહ સાથે જયસૂર્યાએ ખાસ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાના દેશમાં ક્રિકેટના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જ્યારે પૂર્વ શ્રીલંકન કેપ્ટન જયસૂર્યાએ આ મુદ્દે સંક્ષિપ્ત નોટિસ પર જય શાહ સાથેની મુલાકાત અંગે આભાર વ્યક્ત કરતો લેટર પણ લખ્યો હતો. નોંધનીય છે કે જય શાહના કાર્યભાર સંભાળ્યા પછી BCCIએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

જય શાહ સાથે મુલાકાત પછી જયસૂર્યાએ કહ્યું…
સનથ જયસૂર્યાએ જય શાહ સાથે મુલાકાત કર્યા પછી તસવીર શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે BCCI સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ, જયશાહની સાથે મુલાકાત કરવી મારા માટે સન્માનની વાત છે. અમે આ દરમિયાન શ્રીલંકન ક્રિકેટના મુદ્દે જય શાહ સાથે ખાસ ચર્ચા કરી છે. ઉલ્લેખનીય છે કે જેવી રીતે BCCIએ સફળતાના શિખરો સર કરી રહ્યું છે એને જોતા શ્રીલંકન બોર્ડને વધુ વિકસાવવા માટે જય શાહના ઈનપુટ મહત્ત્વપૂર્ણ રહેશે.

ADVERTISEMENT

જયસૂર્યા મહાત્મા ગાંધીના આશ્રમે પહોંચ્યા..
સનથ જયસૂર્યા અત્યારે ગુજરાતમાં જ છે અને આ દરમિયાન અમદાવાદમાં તેમણે મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત પણ લીધી હતી. જયસૂર્યા શનિવારે ગાંધીજીનો ચરખો ચલાવતો હોય એવી તસવીર શેર કરી હતી. આ ટ્વીટ કરી જયસૂર્યાએ લખ્યું કે મહાત્મા ગાંધીના આશ્રમમાં જવનો અનુભવ મારા માટે વિનમ્ર રહ્યો હતો. તેમનું જીવન આજે પણ અમને પ્રેરણા આપે છે. ભવિષ્ય એના પર આધાર રાખે છે કે આપણે વર્તમાનમાં શું કરીએ છીએ.

જયસૂર્યા દેશભક્ત છે…
સનથ જયસૂર્યા હંમેશા શ્રીલંકાના હિતમાં જોવા મળી રહ્યો છે. ગત મહિને જ્યારે શ્રીલંકાની સ્થિતિ વણસી ગઈ હતી ત્યારે જયસૂર્યા પણ માર્ગ પર લોકોને સપોર્ટ કરવા ઉતરી આવ્યો હતો. કોલંબોમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રદર્શનકરનારાઓની ભીડ જામી ગઈ હતી. ત્યાં સનથ જયસૂર્યા પણ પહોંચ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT