ભાજપ બાકીના 16 ઉમેદવારો કાલે જાહેર કરશે, તમામ 182 સીટો પર સ્થિતિ સ્પષ્ટ થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : દેશના ગૃહમંત્રી અને ગુજરાતના ચાણક્ય અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. મોડી સાંજથી જ તેઓ પોતાની બાકી ઉમેદવારોના મુદ્દે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપરાંત અનેક ઉચ્ચપદસ્થ નેતાઓ પણ હાજર છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ, પ્રદીપસિંહ વાઘેલા સહિતના અનેક હોદ્દેદારો વચ્ચે બેઠક ચાલી રહી છે.

ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 166 ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે
166 ઉમેદવારો જાહેર થઇ ચુક્યાં છે. હવે આજની બેઠક બાદ બાકી રહેલી 16 બેઠકો પર પણ આજે નામની જાહેરાત થઇ જશે. મોડી રાત્રે અધિકારીકયાદી પણ જાહેર થઇ જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી ભાજપ આજના દિવસમાં જ પોતાનું ચિત્ર સ્પષ્ટ કરી દેશે. કારણ કે કાલે પ્રથમ તબક્કાની ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે આજે દરેકે દરેક પાર્ટીએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે.

અમિત શાહના લોકસભા વિસ્તારનો સમાવેશ થતો હોવાથી અમિત શાહ ખાસ ધ્યાન રાખે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાકી રહેલી બેઠકોમાં અમિત શાહના પોતાના લોકસભા વિસ્તારનો પણ સમાવેશ થતો હોવાથી અમિત શાહ પોતે તેમાં ખુબ જ બારીકાઇથી નજર રાખી રહ્યા છે. પોતાના લોકસભા વિસ્તારમાં એક પણ ઉમેદવાર પરાજિત થાય તે અમિત શાહને પોસાય તેમ નથી.

ADVERTISEMENT

અનેક બેઠકો પર હજી પણ કોકડુ ગુંચવાયેલું છે
ગાંધીનગર ઉત્તરપરથી નીતિન પટેલ અથવા રીટા પટેલને ટિકિટ મળી શકે છે. મહેમદાબાદ પર અ્જૂનસિંહ, હિંમત નગર પર રાજેન્દ્રસિંહ પરમારને રિપિટ કરવામાં આવી શકે છે. માણસા પરથી અમિત ચૌધરી અથવા ડીડી પટેલને ટિકિટ મળી શકે છે. રાધનપુરમાં લવિંગજી ઠાકોર પણ રેસમાં છે. પાટણમાં રણછોડ રબારી અને કેસી પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT