બિપોરજોયને લઈ સ્કાઇમેટે કરી મોટી આગાહી, જાણો રાજ્યમાં કેવી રહેશે સ્થતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને ભયનું એલર્ટ છે. તંત્ર એલર્ટ મોડ પર છે. વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને આ વાવાઝોડાથી એક રીતે કોઈ મોટું નુકસાન ના કરી લે તે માટે ઠેરઠેર તંત્ર સજ્જ થઈ રહ્યું છે.આ દરમિયાન બિપોરજોય વાવાઝોડાને લઈને સ્કાઈમેટે જણાવ્યું હતું કે, રવિવારથી ગુજરાતના દરિયા પટ્ટામાં પવનનો જોર વધશે તેમજ 80થી 90 કિમીની ઝડપે પવનફૂંકાઈ શકે છે. સ્કાઇમેટ અનુસાર 12થી 15 જુન સુધી પવનની ગતિ 110 પહોંચી શકે છે.

બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં થવા લાગી છે. દરિયાકાંઠા પર બિપરજોયની અસર દેખાવા લાગી છે. ગીર સોમનાથનાં દરિયાકિનારે વરસાદી ઝાપટુ પડ્યું હતું. તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે સુત્રાપાડા, કોડીનાર, વેરાવળ સહિતના તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે નલિયા, દ્વારકા, ઓખા અને વેરાવળ સહિતના કેટલાક વિસ્તારોમાં હવાની ગતિ વધશે. તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ આવવાની પણ સંભાવના છે.

પવન સાથે વરસાદની આગાહી
શનિવારે અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જ્યાં એક તરફ વાવાઝોડું ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાને લઈ આજે ગુજરાતના દરિયા પટ્ટામાં પવનનો જોર વધશે તેમજ 80થી 90 કિમી પુર ઝડપે પવન ફુંકાશે. સ્કાઇમેટે વધુમાં જણાવ્યું કે, 12થી 15 જુન સુધી પવનની ગતિ 110 પહોંચી શકે છે. ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ની ઝડપ હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

જાણો સ્કાઈમેટેની આગાહી  
સ્કાઈમેટએ જણાવ્યું કે, વાવાઝોડામાં પવન પશ્ચિમ તરફ જઈ રહ્યો છે અને જે વાવાઝોડાની દિશા કરાંચી તરફ છે અને તે કરાંચી તરફ ધીરે ધીરે આગાળ વધી રહ્યું છે, જેના કારણે હવામાનમાં ફેરફાર થશે અને ટેમ્પ્રેચર પણ વધ-ઘટ થશે તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે.જેના કારણે તટીય વિસ્તારોમાં આજ રાત્રેથી જ સામાન્ય વરસાદ પણ થઈ શકે છે.વાવાઝોડાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થઈ શકે છે. જ્યારે કરાંચીમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT