કલોલમાં આર્મી જવાનના ઘરમાં બહેને જ ધાડ પાડી, 16 લાખના દાગીના ચોરી પ્રેમી સાથે ભાગી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: કલોલમાં ચોરીનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. આર્મીમાં ફરજ બજાવતા યુવકના ઘરમાં સગી બહેને લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી અને તે પ્રેમીને આપી દીધા હતા. પરિણીત યુવતી જ્યારે પ્રેમી સાથે ફરાર થઈ ગઈ અને ભાઈ પાછો ઘરે આવ્યો ત્યારે ચોરીના દાગીનાનો મામલો ખુલ્લો પડતા બહેનની કરતૂત સામે આવી હતી.

પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી ગઈ
વિગતો મુજબ કલોકનો યુવક રાજસ્થાનમાં આર્મી જવાન તરીકે ફરજ બજાવી રહ્યો છે. યુવકને બે બહેનો છે જેમાંથી મોટી બહેનના અમદાવાદમાં લગ્ન કરેલા છે. 6 એપ્રિલના રોજ જવાનને તેના બનેવીનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે, તેની બહેન દિનેશ પરમાર નામના યુવક સાથે ભાગી ગઈ છે. આથી જવાન તરત જ રજા લઈને બીજા દિવસે ઘરે આવવા માટે નીકળી ગયો.

પ્રેમીએ ફોન કરતા દાગીના ચોરીની જાણ થઈ
આ દરમિયાન રસ્તામાં જવાનને બહેનના પ્રેમી દિનેશ પરમારનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું કે, તમારા ઘરના સોના-ચાંદીના દાગીના અમે ગીરવી મૂકેલા છે અને તેના પૈસા વાપરી નાખ્યા છે. આટલું કહીને દિનેશે ફોન કાપી નાખ્યો હતો. ઘરે પહોંચીને જ જવાને પોતાની દાદીને બહેન વિશે પૂછ્યું તો માલુમ પડ્યું કે 3 એપ્રિલે તેની બહેન ઘરે આવી હતી અને માળિયામાં કંઈક શોધી રહી હતી. જવાને માળિયામાં મૂકેલા દાગીના વિશે તપાસ કરતા માલુમ પડ્યું કે, તેની લોખંડની પેટીમાંથી 16 લાખ રૂપિયાના દાગીના ગુમ છે.

ADVERTISEMENT

જવાને બહેન સામે નોંધાવી ચોરીની ફરિયાદ
જવાનના બનેવીએ પત્ની ગુમ થવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આથી રાણીપ પોલીસ સ્ટેશનમાં યુવતી હાજર થઈ હતી અને દિનેશ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની કબૂલાત કરી હતી. સાથે જ 6 મહિનાથી પૈસાની જરૂર હોવાથી તેણે ધીમે ધીમે કરીને ભાઈના દાગીનાની ચોરી કરી હતી અને તેને અલગ અલગ ફાઈનાન્સ કંપની અને જ્વેલર્સ દુકાનમાં ગીરવે મૂકી પૈસા લઈને વાપરી નાખ્યા હતા. ત્યારે જવાને પોતાની બહેન સામે આ અંગે કલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT