સેલવાસની ડોકમંડી નદીમાં તણાઈને આવી કાર, પોલીસ થઈ દોડતી, ત્રણ વ્યક્તિ અંદર હોવાનું અનુમાન- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી.વલસાડઃ કેન્દ્રશાસિત પ્રદેશ સિલવાસા, દાદરા અને નગર હવેલીમાં આવેલા મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ એક ચોંકાવનારી ઘટનાના સમાચાર સામે આવ્યા છે. સેલવાસામાં ડોકમંડી નદીમાં એક કાર ફસાઈ ગઈ છે, જેમાં 3 લોકો સવાર હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાર પાણીમાં તરતી જોવા મળી રહી છે.

અમરેલીઃ સુરવો નદીના ધસમસતા પાણીમાં બાઈક બચાવવવા જતા યુવક તણાયો- Video

બ્રિજ બંધ ના કરવામાં આવતા ઘટી ઘટના?
સ્થાનિક લોકોએ જણાવ્યું કે કારને લો લેવલ બ્રિજ પાસેથી ખેંચાઈને ડોકમંડી નદીમાં વહી ગઈ હતી. ઘટનાની જાણ પોલીસને થતાં જ સેલવાસ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને ઘટનાની તપાસ માટે કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સ્થાનિકો એ કાર તણાતાં જોઈ લો લેવલના બ્રિજ પર પાણી વધવાના કારણે કાર તણાઈ જવાની ખબર સામે આવી હતી. તણાયેલી કાર છેલ્લી વખતે સિલવાસના પીપરીયા બ્રિજ પરથી દેખાઈ હતી. ઘટનાને લઈ સેલવાસ પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. કાર ક્યાંની હતી? ક્યાં જતી હતી? કારમાં ખરેખર કેટલા લોકો હતા? એ તમામ દિશામાં પોલીસ એ તપાસ હાથ ધરી છે. પ્રસાસન દ્વારા સૂચના અપાઈ છતાં લો લેવલનો બ્રિજ બંધ ન કરાયો અને ઘટના ઘટી હોવાનું પણ સામે આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT