સિદ્ધપુરમાં હજુ પણ મળે છે પાણીમાંથી માનવ અંગોઃ આજે પણ મળ્યો પગનો ટુકડો
વીપીન પ્રજાપતિ.પાટણઃ પાટણના સિદ્ધપુરના બહુચર્ચિત મામલામાં પાઇપલાઇનમાંથી હજુ પણ માનવ અંગો નીકળી રહ્યા છે. આજે શુક્રવારે જ્યારે પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે તેમાંથી…
ADVERTISEMENT
વીપીન પ્રજાપતિ.પાટણઃ પાટણના સિદ્ધપુરના બહુચર્ચિત મામલામાં પાઇપલાઇનમાંથી હજુ પણ માનવ અંગો નીકળી રહ્યા છે. આજે શુક્રવારે જ્યારે પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે તેમાંથી પગ નીકળ્યો હતો. માનવ અંગો સતત મળી આવતા હોવાને કારણે અહીંના લોકો હાલ અહીંનું પાણી પીવામાં પણ ધ્રુણા અનુભવી રહ્યા છે. પાટણ પોલીસ માટે આ કેસ એક અલગ જ પડકાર લઈને આવ્ય છે. ત્યાં પાલિકા તંત્ર માટે પણ આ કેસ એટલી જ પરેશાનીઓ લઈને આવ્યો છે.
રોબોટ પાઈપ લાઈનમાં ન જતા અમદાવાદની ટીમ પાછી વળી
સિદ્ધપુરમાં પાણીમાંથી માનવ અંગો છેલ્લા કેટલાક દિવસોથી મળી રહ્યા છે, ત્યારે બીજી બાજુ એક ગુમ થયેલી યુવતીની આ લાશ હોવાનું માનવામાં આવે છે, તેના ડીએનએને પરીક્ષણ કરવાની તજવીજ હાલ ચાલી રહી છે પરંતુ તે યુવતીનું મોત કેવી રીતે થયું, કેવી રીતે તે આ પાણીની ટાંકીમાં પહોંચી. તેના મૃત્યુ પાછળનું ખરુ સત્ય શું છે તે જાણવાના સતત પ્રયાસોમાં પાટણ પોલીસ છે ત્યારે મળેલા અવશેષોમાં આજે અમદાવાદ કોર્પોરેશન રોબોટિક ટીમ પાઇપમાંથી અવશેષો શોધવા આવી હતી. અમદાવાદ કોર્પોરેશન ટીમ દ્વારા પ્રયત્નો કરાયા પણ પાણીની પાઇપની સાઈઝ ઘણી નાની હોવાના કારણે રોબોટિક કેમેરા પાઇપમાં નથી જઈ શક્યા, જેના કારણે ટીમ અમદાવાદ પરત ફરી હતી. તો બીજી તરફ પાણીની ટાંકીમાંથી પાણી છોડાતા ફરી પગનો ભાગ મળી આવ્યો હતો ત્યારે અન્ય વિસ્તારમાંથી માથાના ભાગમાં ટુકડાઓ મળી આવ્યા હતા.
વર્ષ 2019થી જ રૂ. 2000ની નોટો છાપવાની કરી દીધી હતી બંધ, RBIએ 2022માં કહ્યું લોકો પસંદ નથી કરતા
પગને કચરાની ગાડીમાં લઈ જવો પડ્યો
પાટણ પોલીસ માટે જ્યાં આ કેસ ચેલેન્જ બન્યો છે ત્યારે એક નાના નાના પુરાવા પણ ઉપયોગી નીવડે તેમ છે. હાલમાં જ જ્યારે પાણી છોડાયું ત્યારે મળેલો પગનો ટુકડો ફોરેન્સીક તપાસ માગે તેમ છે. બીજી બાજુ સામાન્યતઃ અન્ય વાહન કે ટેમ્પોમાં લાશ કે લાશના ટુકડા ફોરેન્સીક તપાસ માટે લઈ જતા ઘણી વખત જોયા હશે. જોકે અહીં પાટણ પોલીસને આ ટુકડો કચરાની પેટીમાં કેમ લઈ જવો પડ્યો? તે એક મોટો પ્રશ્ન છે.
ADVERTISEMENT
ADVERTISEMENT