દિવસ દરમિયાન રુપાલાથી લઈ યોગી આદિત્યનાથ સુધીના ભાજપના સ્ટાર પ્રચારકો શું શું બોલ્યાઃ જાણો
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે શુક્રવારે ભાજપના ધુરંધર નેતાઓ ઠેરઠેર સભા રેલીઓ ગજવી રહ્યા છે. ગુરવારે સી આર પાટીલે કહ્યું તેમ પ્રચારનું બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે. દરમિયાનમાં…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે શુક્રવારે ભાજપના ધુરંધર નેતાઓ ઠેરઠેર સભા રેલીઓ ગજવી રહ્યા છે. ગુરવારે સી આર પાટીલે કહ્યું તેમ પ્રચારનું બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે. દરમિયાનમાં ગુજરાતમાં ઠેરઠેર સ્ટાર પ્રચારકોએ મતદારોને રીઝવવા વિવિધ રીતે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના ડે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, મનસુખ માંડવીયા, પરષોત્તમ રુપાલા, નરેન્દ્રસિંહ તોમર, બ્રિજેશ પાઠક, ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ મેદાનમાં આવી ગયા હતા. આ દરમિયાન તેમણે વિવિધ વિસ્તારોમાં સભાઓ ગજવી હતી. તે પૈકીના કેટલાક સ્ટાર પ્રચારકોએ ગુજરાતભરમાં શું શું કહ્યું તે અંગે ટુંકી વિગતો મેળવીએ…
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોને યાદ કર્યા
ભુપેન્દ્ર પટેલે ટંકારામાં સભા સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં તકલીફોમાં પાયાની સુવિધાઓથી માંડીને દરેક તકલીફ લાંબા સમય સુધી તેઓ દુર ના કરી શક્યા અને પછી ગુજરાતની જનતાએ ભાજપને શાસનમાં ઉતાર્યું. ભાજપને શાસનમાં ઉતાર્યા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરા સંભાળી અને રાજનીતિમાં એક નવી દિશા વિકાસની રાજનીતિ કરી, વિકાસની રાજનીતિમાં જે નિર્માણ થયા છે તે આજે દેશ અને ગુજરાત જુએ છે. એ વિશ્વાસને ટકાવી રાખી પ્રજાની મુશ્કેલી કેવી રીતે દુર કરી શકાય તે અંગે હંમેશ વિચાર કર્યો છે.વીજળી, રોડ, ધંધા રોજગાર, આરોગ્ય બધી મુશ્કેલીઓ પર ભાજપે કામ કર્યું છે. ભાજપે હંમેશા ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખ્યા છે. તેમના માટે હંમેશા પાર્ટીની પુરી તૈયારીઓ દર્શાવાઈ છે. ખેડૂતોને મદદરૂપ થવામાં તત્પર રહી છે પાર્ટી. પાણીની સમસ્યાને પહોંચવા હંમેશા અગ્રેસર રહ્યા છીએ. ટેન્કરોથી પાણી મોકલાતું હતું પરંતુ ઘરે ઘર સુધી ભાજપની સરકારે પાણી પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાંથી પાણીની સમસ્યા દુર થઈ છે.
ADVERTISEMENT
મોદી કલ્પવૃક્ષ છે, કેજરીવાલ કાંટાળો બાવળ- શિવરાજસિંહ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા અબડાસામાં સભા ગજવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, કચ્છમાં ભાજપે વિકાસ કરવામાં કશું જ બાકી રાાખ્યું નથી, બધે જ નર્મદાજીનું પાણી આવે છે. તેમણે કહ્યું કે તેઓ ખાલી રંગગીન સપનાઓ બતાવશે પણ દેશ અને ગુજરાત જાણે છે કે મોદીજી તો કલ્પવૃક્ષ છે. જે જરૂરી છે તે બધું જ દેશને આપે છે અને કેજરીવાલ તો બાવળ છે, કાંટા જ આપશે. રાહુલ ગાંધી જે વાતો કરે છે વીર સાવરકરનું અપમાન દેશ ક્યારેય સહન નહીં કરે. બે કાળા પાણીની સજા, તેમનો ભાઈ પણ જેલમાં, 10 વર્ષથી કાળકોઠરીમાં સજા ભોગવી છે. કોંગ્રેસે ફક્ત નહેરુ પરિવારને મહામાન મંડીત કરવાના પ્રયાસ કર્યા છે. શ્યામજી કૃષ્ણ વર્મા, વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓને ક્યારેય યાદ પણ કર્યા નથી. સ્વતંત્ર વીરનું અપમાન ન કરો જનતા ક્યારેય સહન નહીં જ કરે.
ADVERTISEMENT
મહામારી અને ભુખથી દેશને મોદીજીએ બચાવ્યોઃ અનુરાગ ઠાકુર
સુરતમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરી હતી. કોરોના સમયયમાં નરેન્દ્ર મોદીએ દરેકને મફત વેક્સીન આપી, મહામારીના સમય અને ભુખથી દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ બચાવ્યો છે. આ માણસે એક દિવસની રજા પણ લીધી નથી. તેમનો તો એક જ સિદ્ધાંત છે ગુજરાતનો વિકાસ એટલે ભારતનો વિકાસ. તેમણે આ ઉપરાંત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે કહ્યું કે, તેઓ ટુકડે ટુકડે ગેંગને લઈને ભારત જોડવા નીકળ્યા છે. ક્યારેક તેઓ હિંદુ આતંકવાદ વિશે વાત કરતા હતા, તો ક્યારેક એવા લોકો વિશે જેઓ ભારતના ટુકડા કરવા માંગતા લોકો સાથે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ઊભા રહી જાય છે, અને તેના પછી તેઓ વીર સાવરકર પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરે છે. ભાજપના રાજમાં ગુજરાત મજામાં. કોંગ્રેસ માત્ર ટોપીઓનું રાજકારણ કરે છે. ક્યારેય વિકાસની વાત નથી કરતી. કોંગ્રેસે ભાગલા પાડો અને રાજ કરોની રાજનીતિ કરી છે. બ્રિટિશ ચાલ્યા ગયા પરંતુ કોંગ્રેસ છોડી દીધી. કોંગ્રેસ હંમેશા જાતિ, ધર્મ અને સમુદાય પર મત માંગે છે. ભારતીય જનતા પાર્ટી સુશાસન, વિકાસ, ગરીબ કલ્યાણ અને પ્રામાણિકતામાં માને છે. આ જ ભાજપની ઓળખ છે.
ADVERTISEMENT
મોદીજી પ્રથમવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ લાવ્યાઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ વડોદરામાં કહ્યું કે, સંસ્કારી નગરીમાં આવવાનું સૌભાગ્ય અને મને મળ્યું છે. ગુજરાતના વિકાસની વાત કરીએ તો જે પણ પક્ષો આવ્યા તેમણે વોટબેન્કની રાજનીતિ કરી છે પણ ભાજપે મોદીજીના નેતૃત્વમાં સૌના સાથ, સૌના વિકાસની વાત કરી, ગુજરાતનો વિકાસ કર્યો છે. આદિવાસીઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે બધું કર્યું તે સરકારે ક્યારેય કોઈ સરકારે કર્યું નથી. દેશના રાષ્ટ્રપતિ આદિવાસી હોઈ શકે તેવો વિચાર કેમ કોઈને ન આવ્યો કેમ કે તેમના વિચારો નિમ્ન હતા. મોદીજી પ્રથમવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ લાવ્યા. હું અહીં માત્ર મત માગવા નથી આવ્યો પણ સરકારની યોજના પર મહોર લગાવવા આવ્યો છું. 100 વર્ષ પહેલા મહામારી આવી ત્યારે લોકો ભુખમરાથી મૃત્યુ પામ્યા હતા, આ વખતે સરકારે ગરીબ કલ્યાણ યોજનામાં મફત અનાજ આપ્યું, કોંગ્રેસના નેતા ભારત જોડવા નિકળ્યા અને તેમના કાર્યકર્તા તોડવાની વાત કરે છે.
મનમોહનસિંહની પરષોત્તમ રુપાલાએ ખીલ્લી ઉડાડી
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા ઉનામાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કાર્યક્રમ દમિયાન સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે અહીં હાસ્ય સાથે જોડાયેલી ઘણી વાતો કરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની પણ ખીલ્લી ઉડાવી હતી. તેમણે કહ્યું કે, અમે રાજ્યસભામાં બુમો પાડીને નર્મદા માટે રજૂઆતો કરતા, સાંભળે જ નહીં. માઈક વગર પણ તેમના કાનમાં ધાક પડે એવી ચીસો પાડીને બોલતા. શું કહું, માણસ રેખા પણ ના બદલે, દાંતેય ન કાઢે અને ખીજાય પણ હીં. મને એમ થતું કે, હું રાજ્યસભામાં છું કે બહાર છું, પછી ખબર પડી કે આપણે તો અહીંયા જ છીએ પણ આ હજ્જડબમ્મ છે. ઉપરાંત તેમણે કહ્યું કે, બોલો કયું ગામ, તમારા ગામમાં આ વર્ષે ભારત સરકારના કેટલા રૂપિયા આવ્યા, ભારત સરકારના 65 લાખ રૂપિયા આ ગામમાં ગયા. મને ના પાડી છે કાર્યાલયમાંથી કે તારે આવું સભામાં નહીં પુછવાનું, મને ગાંઠ વાળીને મોકલ્યો છે પણ મારાથી રહેવાય જ નહીં. પુછાઈ જાય. ધારોકે આ સરપંચને અમે ક્યારેય મળ્યા નથી, કોઈ કાર્યક્રમમાં મળ્યા હશું પણ મળવાનું થયું નથી. હવે ધારો કે એમણે કહ્યું હોત કે અહીંયા તો કશું આવ્યું નથી, તો મારે તો ગાડીમાં મોડું થાય કે નહીં. બકાભાઈ મારી ગાડી ત્યાં છે ગોતી આવો. ચૂંટણીની સભામાં હું કોઈ સરપંચને ઊભા કરીને પુછું કે કેટલા રૂપિયા આવ્યા અને તે આંકડો આપે એમાં કોઈ ભુલ જ ન પડે તેવો ભરોસો મારી સરકાર પર છે.
વાંકાનેરમાં યોગી આદિત્યનાથે સભા ગજવી
મોરબીના વાંકાનેરમાં યોગી આદિત્યનાથે સભા સંબોધી હતી. તેમણે દરમિયાન કહ્યું કે આ સરદાર પટેલની ભૂમિ છે તેમણે દેશને એકતાનો સંદેશ આપ્યો છે. મોદીના નેતૃત્વમાં વિકાસનના ઘણા કામો થયા છે અને થશે. મફત સારવાર, મફત રસી, કોરોના સમયે કેન્દ્ર સરકારે સારામાં સારી એવી વ્યવસ્થાઓ કરી હતી. તેમણે મોરબીમાં બનેલી ઝુલતા પુલની ઘટનાને યાદ કરતાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું કે મોરબી સાથે આખો દેશ ઊભો રહ્યો હતો. કાંતિભાઈ અમૃતિયા સહિતના કાર્યકરો લોકોને બચાવવામાં મદદરૂપ થયા. કોંગ્રેસ આસ્થાનું પણ સમ્માન કરી શક્તી નથી.
ભારત જોડવાની નહીં વિપક્ષ જોડવાની યાત્રા છેઃ દેવેન્દ્ર ફડણવીસ
મહુવામાં ઉમેદવાર માટે પ્રચાર કરવા આવેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નથી, વિપક્ષ જોડો યાત્રા છે. ભારત આખું પહેલી વખત કોઈ એક વ્યક્તિ સાથે મજબુતાઈથી ઊભું છે. પહેલા યોજનાઓ ગરીબો માટે બનતી, પણ રૂપિયા નેતાઓ પાસે જતા. હવે યોજનાઓનો સીધો લાભ મળે છે. શિક્ષણમાં સારા કામ થયા છે. ગુજરાતનો વિકાસ થયો, લોકોને પાકા મકાન મળ્યા, ગેસના કનેક્શન મળ્યા છે.
ADVERTISEMENT