શેત્રુંજય વિવાદ મુદ્દે ટાસ્ટ ફોર્સ બનશે, પોલીસ, રેવન્યુ અને ફોરેસ્ટના અધિકારીઓ ઉકેલશે વિવાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : રાજ્યમાં હાલ શેત્રુંજય પર્વત વિવાદ પોતાના ચરમ પર છે. જૈનો આ મુદ્દે હાલ શાંત પ્રદર્શન દ્વારા સરકારને ઢંઢોળવાના પ્રયાસ કરી રહ્યા છે. જો કે ભવિષ્ય ઉગ્ર આંદોલનની ચિમકી પણ તેઓ ઉચ્ચારી ચુક્યા છે. શાંત અને અહિંસક મનાતો જૈન સમાજ આટલો ઉગ્ર બનતા સરકારમાં પણ ચિંતા વ્યાપ્ત બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૈન સમુદાય પ્રમાણમાં ખુબ જ નાનો હોવા છતા ખુબ જ મોટી વગ ધરાવતો સમાજ માનવામાં આવે છે. સરકાર હોય કે સમાજ દરેક તબક્કે તેની ખુબ જ મજબુત પકડ છે.

સરકાર હરકતમાં આવી વિવાદ ન વકરે તે માટે પગલા ઉઠાવવાનું શરૂ
હાલ તો ઘટના અંગે સરકાર પણ હરકતમાં છે. એક પછી એક ઝડપથી પગલા ઉઠાવાઇ રહ્યા છે. શેત્રુંજય પર્વત વિવાદ પર ગૃહમંત્રીએ આજે મહત્વનું નિવેદન આપ્યું હતું. પાલીતાણા માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નહી પરંતુ સમસ્ત વિશ્વના લોકો માટે આસ્થાનું કેન્દ્ર હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યું. તેમણે કહ્યું કે, તમામ પ્રશ્નોમાં વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવીને મહત્વના કામો માટે પગલાં લેવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોઈ પણ ધર્મ સ્થાન માટે સરકાર હંમેશા ગંભીર છે. જે વિડીયોમાં મહારાજ સાહેબ સાથે જે વર્તન થયું છે, જે લોકોએ ખરાબ વર્તન કર્યું એમના પર કડક પગલાં લેવામાં આવ્યા છે.

શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી ઉપરાંત તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ટાસ્ટફોર્સ
5 દિવસ પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવામાં આવશે. શેત્રુંજય પર્વતની આસ્થા માટે સરકાર ભવિષ્યમાં પણ કામ કરશે. ટાસ્ક ફોર્સમાં મહેસુલ, ફોરેસ્ટ, અને પોલીસ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાશે. જેથી ફોરેસ્ટ, મહેસુલ કે પોલીસ વિભાગનો કોઇ વિવાદ એક બીજા પર ઝુલતો ન રહે. જે પણ સામે આવે તેનો તત્કાલ ઉકેલ લવાશે. શેત્રુંજયના તમામ વિષયો પર ચર્ચા કરી મુખ્યમંત્રીએ આજે જ ટાસ્ક ફોર્સ માટે સુચના આપી છે. અને આવતીકાલે ટાસ્ક ફોર્સની રચના થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT