ચંદનજી ઠાકોરનો આરોપ કહ્યું, મારો એડિટેડ વીડિયો વાયરલ કરાઇ રહ્યો છે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જોરશોરથી પ્રચાર પ્રસાર પણ ચાલી રહ્યો છે. જો કે કેટલાક ઉમેદવારો પ્રચાર…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જોરશોરથી પ્રચાર પ્રસાર પણ ચાલી રહ્યો છે. જો કે કેટલાક ઉમેદવારો પ્રચાર પ્રસારમાં ભાન ભુલીને વાણીવિલાસ પણ કરી રહ્યા છે. સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું આવુ જ વિવાદિત નિવેદન કરતો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, આ દેશને માત્ર મુસ્લિમો જ બચાવી શકે છે. કોંગ્રેસને માત્ર મુસ્લિમ જ બચાવી શકે છે. જે નિદેવન પર સીએમ ભુપેન્દ્ર પટેલે પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ ચંદનજી ઠાકોરના શબ્દોને શરમજનક ગણાવ્યા હતા
મુખ્યમંત્રી પટેલે ચંદનજી ઠાકોરના શબ્દોને શરમજનક ગણાવ્યા હતા. તેમના પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે હારના ડરથી લઘુમતી તૃષ્ટિકરણનો આશરો લે છે. જો કે આ અંગે ચંદનજી ઠાકોરનું સ્પષ્ટીકરણ હવે સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ વીડિયો ખોટો છે અને વિપક્ષ દ્વારા એડિટ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ શેર કરેલો વીડિયો તદ્દન ખોટો છે. આ વીડિયો એડિટ કરીને મને રાજનીતિક રીતે બદનામ કરવાનું ષડયંત્ર છે.
ADVERTISEMENT
ચંદનજી ઠાકોરે કહ્યું કે, મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિએ આવી હરકત ન કરવી જોઇએ
મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ આવા ફેક વીડિયો ટ્વીટ કરવામાં આવે તે શરમજનક છે તેવો ચંદનજી ઠાકોરે આરોપ લગાવ્યો હતો. આ વીડિયો જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી હતી ત્યારે લેવામાં આવ્યો હતો. આ જુનો વીડિયો વાયરલ કરીને મને બદનામ કરવામાં આવી રહ્યો છે. હાલ તો ચંદનજી ઠાકોરનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેના કારણે તેમને નુકસાન પણ થઇ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT