હરેન પંડ્યાનું નામ લઈ કોંગ્રેસ પ્રમુખ બનતા જ શક્તિસિંહે ભાજપના કદાવર નેતાઓની દુખતી નસ પર હાથ મુક્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત થયા પછી હવે તેમણે મીડિયા સાથે વાત કરી હતી અને તેમણે આ મામલે કહ્યું હતું કે પોતે સાબરમતી આશ્રમે નમન કરીને કાર્યભાર સંભાળશે. તેમણે લોકોને પણ અહીં આવવાનો આવકારો આપ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે પોતે આગામી સમયમાં ખેડૂતો, દલિતો, મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દાઓ પર આગળ વધશે. ઉપરાંત તેમણે પક્ષના નેતા, કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની વાત પણ કરી છે.

સંજય જોશી, કેશુભાઈ પટેલ અને ઝડફિયાના ઉદાહરણો આપ્યા
તેમણે કહ્યું કે, અમારે ત્યાં ભાજપ જેવી જુથ બંધી નહીં જોવા મળે. આ સાથે જ તેમણે ભાજપના કદાવર નેતાઓની દુખતી નસ પર હાથ મુક્યો હતો. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, તમે હરેન પંડ્યા સાથે બેસો એટલે તમે તેમના દુશમન થઈ જાઓ એવું તમને અહીં નહીં જોવા મળે.  ભાજપ જેવી સરમુખત્યાર શાહી જેવું નથી. કે રાજેન્દ્રસિંહ રાણાએ સંજયભાઈ જોશીને ઘરમાં કેમ રહેવા દીધા તો રાજેન્દ્રસિંહનું પોલિટિક્સ ખતમ કરી નાખો. કેશુબાપા કે જેમણે ભાજપ માટે જીંદગી ઘસી હતી તેમની સાથેની પરિસ્થિતિ કે ગોરધન ઝડફિયાએ કહ્યું હોય કે, આવા વાતાવરણમાં મંત્રી નહીં બનું તો તેમના સાથેના વ્યવહારો આ પ્રકારના ઘણા ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળશે પણ કોંગ્રેસમાં નહીં જોવા મળે.

ADVERTISEMENT

ચર્ચાના માહોલ વચ્ચે કોંગ્રેસનું સરપ્રાઈઝ
ગુજરાત કોંગ્રેસની કમાન હવે રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના જુના જોગી શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસની કમાન અત્યાર સુધી જગ્દીશ ઠાકોરના હાથમાં હતી. હાલમાં જ ગુજરાત કોંગ્રેસમાં નવા જુની થવાના એંધાણ મળી રહ્યા હતા પરંતુ આ દરમિયાનમાં શક્તિસિંહ ગોહિલ અધ્યક્ષ પદ માટે નક્કી થશે તેની શક્યતાઓ ઓછી વર્ણવવામાં આવી રહી હતી. જોકે કોંગ્રેસે હાલ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસની સત્તાવાર જાહેરાતમાં જગ્દીશ ઠાકોરના સ્થાને હવે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના નવા પાર્ટી પ્રેસીડેન્ટ બન્યા છે.

ગુજરાત યુનિવર્સિટીના ક્વાર્ટરમાં સિક્યોરિટી ગાર્ડ અને પોલીસકર્મી દારૂ પીને મદમસ્ત થઈને નાચ્યા

ઉલ્લેખનીય છે કે તેઓ અત્યારે દિલ્હી અને હરિયાણાના કોંગ્રેસના પ્રભારી તરીકે કાર્યરત હતા પરંતુ તેમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે. વિધાનસભાના પૂર્વ નેતા પરેશ ધાનાણી અને દીપક બાબરિયાના નામની પણ ચર્ચાઓ જાગી હતી. કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ, પુડુચેરીમાં વી. વૈથલિંગમ અને મુંબઈમાં વર્ષા ગાયકવાડના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પ્રેસિડેન્ટ તરીકે જે દીપક બાબરિયાનું નામ ચાલી રહ્યું હતું તેમને હરિયાણા અને દિલ્હીના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT