SURAT માં મેહુલ બોઘરા જેવા સત્યવાદી વકીલો પણ છે અને શકીલ અહેમદ જેવા પણ છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : શહેરના બોગસ એડવોકેટની ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. વકિલાતની ડીગ્રી નહી હોવા છતાં સામાન્ય નાગરિકોને વારંવાર પરેશાન કરતો રહેતો હતો. ગુજરાત હાઈકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ઓર્ડરમાં જો કે ચોંકાવનારો ખુલાસો થયો હતો. IAS અને IPS અધિકારીઓના નામે ધાક બતાવીને ગરીબો પાસેથી લાખોનો તોડ કરતો હતો. સુરતમાં તેની વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાઇ ચુકી છે. શકીલ અહેમદ ઝકરિયા શેખ લોકો સામે પોતાને લીગલ એડવાઇઝર તરીકેની ઓળખ આપે છે.

સુરત શહેરમાં પોતાને લીગલ એડવાઇઝર તરીકે ઓળખ આપી હતી અને દિલ્હી કમિશનર અને જોધપુરના કમિશનરની ધાક ધમકી આપી મધ્યમ વર્ગના લોકો પાસેથી ગેરકાયદેસર બાંધકામનું કહી રૂપિયા પડાવનાર શકીલ અહેમદ ઝકરિયા શેખની ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને પોતે લીગલ એડવાઇઝરની આડમાં લોકોને હેરાન પરેશાન કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરાઈ હતી. જેમાં શકીલ અહેમદ ઝકરિયા શેખ પાસે વકાલતની ડીગ્રી અથવા સનતની ડીગ્રી નહિ હોવા છતાં સામાન્ય લોકોને ધાક ધમકી આપી વકીલના નામે રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ કરાઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા શકીલ અહેમદ ઝકરિયા શેખ ઉપર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સાથે સાથે અગત્યનું નિવેદન નોંધ્યું હતું. જેમાં લખેલું હતું કે શકીલ અહેમદ ઝકરિયા શેખ પોતે લીગલ એડવાઇઝર તરીકે સમાજમાં ઓળખ આપે છે.

ADVERTISEMENT

જ્યારે કોર્ટમાં પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેની પાસે એવા કોઈ પુરાવા ન મળ્યા હતા. બીજી તરફ કોર્ટમાં જે ઘરનું એડ્રેસ નોંધ્યું હતું એ એડ્રેસ પર પોતે નહિ રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. શકીલ અહેમદ ઝકરિયા શેખ પોતે IPS અને IAS અધિકારીઓ સાથે ગાઢ સંબંધ ધરાવતો હોય તેમ એક વિડિઓ પણ સામે આવ્યો હતો. જેમાં એ પોતે આ વાત કરી હોય તેમ જણાય છે. જો કે આ વિડિઓ કેટલો સાચો છે તેનું અમે પુષ્ટિ નથી કરતા પરંતુ આ પહેલા પણ શકીલ અહેમદ ઝકરિયા શેખના ત્રાસથી અનેક લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યા છે.

જેની અનેક વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ છે. અનેકવાર ધરપકડ થયા બાદ પણ શકીલ અહેમદ ઝકરિયા શેખ લોકોનું બનતું ઘર મકાન પચાવી પાડવાના ઇરાદેથી દમ મારી રૂપિયા પડાવે છે. હાઇકોર્ટના ફટકાર બાદ સુરત જિલ્લા વકીલ મંડળે જણાવ્યું કે 28 એપ્રિલ 2022ના રોજ બાર કાઉન્સિલ તરફથી આ ઠરાવ પાસ થયો છે. જેમાં જે કોઈ વ્યક્તિ એડવોકેટનું નામ લીગલ એડવાઇઝરનું નામનો દુરુપયોગ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 6 માસ સુધીની સજાની પણ જોગવાઈ છે. ભૂતકાળમાં સુરત શહેરમાં બે અલગ અલગ આવા કિસ્સા બની ચુક્યા છે.

ADVERTISEMENT

જ્યારે ગુજરાત હાઈકોર્ટે શકીલ અહેમદ ઝકરિયા શેખ વિરુદ્ધ જે જજમેન્ટ આપ્યું છે તેને અમે આવકારીએ છીએ. જો આવા લોકો સુરતની જનતાને વકીલના નામે ધાક ધમકી આપી હેરાન પરેશાન કરે અથવા તો રૂપિયા પડાવવાની કોશિશ કરે તો સુરત જિલ્લા વકીલ મંડળની નિઃશુલ્ક મદદ લઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શકીલ અહેમદ ઝકરિયા શેખ છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર સહિત સુરત જિલ્લામાં આવા અનેક લોકો પાસેથી વકીલના નામે રૂપિયા પડાવ્યા છે. જો કે હવે આ મામલે આગામી દિવસોમાં શુ સુરત જિલ્લા વકીલ મંડળ કોઈ મોટી કાર્યવાહી કરશે કે કેમ એ જોવા રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT