ગંભીર અકસ્માત: નીતિન પટેલને ગાયે તો કરજણના ધારાસભ્યને નીલ ગાયે અડફેટે ચડાવ્યા
અમદાવાદ : કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલની કારનો અકસ્માત સર્જાયો છે. અક્ષય પટેલની ગાડી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક વચ્ચે નીલ ગાય આવી જતા…
ADVERTISEMENT
અમદાવાદ : કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલની કારનો અકસ્માત સર્જાયો છે. અક્ષય પટેલની ગાડી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક વચ્ચે નીલ ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. અક્ષય પટેલ સહિત કારમાં તેમના ડ્રાઇવર અને અન્ય વ્યક્તિઓ પણ હતા. ધારાસભ્ય અક્ષય પટેલ ગાંધીનગરથી વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન આણંદ પાસે આ અકસ્માત સર્જાયો છે.
ધારાસભ્ય અક્ષય પટેલને સામાન્ય ઇજાઓ પહોંચી
મળતી માહિતી પ્રમાણે, અક્ષય પટેલને હાથમાં સામાન્ય ઇજાઓ પહોંચી છે. જો કે તેમની કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આણંદથી નડિયાદ રોડ પર અચાનક નીલ ગાય રોડ પર આવી ગઇ હતી. જેના કારણે કાર ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. કાર ધડાકાભેર અથડાઇ હતી.
નીલગાય આવી જતા ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
ગાડીનો અકસ્માત થયો ત્યારે ધારાસભ્ય અક્ષય પટેલ ઉપરાંત 3 લોકો બેઠેલા હતા. ધારાસભ્ય અક્ષય પટેલ તેમના અંગત મદદનીશ અને ડ્રાઇવર ત્રણ લોકો હતા. અકસ્માત બાદ તમામ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. તત્કાલ 108 નો સંપર્ક કરાતા તેમને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. કેટલીક પ્રાથમિક ટેસ્ટ કરાવવાનું કહીને ધારાસભ્યને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT