ભરૂચમાં 79 વર્ષના ટ્રસ્ટીએ ક્લાસમાં વિદ્યાર્થીઓ સામે શિક્ષિકાને આંતરવસ્ત્રો ગિફ્ટમાં આપતા બબાલ થઈ ગઈ
ભરૂચ: ભરૂચ શહેરમાં આવેલી એક ટ્રસ્ટ સંચાલિત શાળામાં એક મહિલા છેલ્લા 7 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં મહિલા શિક્ષિકા ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહી…
ADVERTISEMENT
ભરૂચ: ભરૂચ શહેરમાં આવેલી એક ટ્રસ્ટ સંચાલિત શાળામાં એક મહિલા છેલ્લા 7 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં મહિલા શિક્ષિકા ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહી હતી, દરમિયાન શાળાના 79 વર્ષના ટ્રસ્ટી ક્લાસમાં આવ્યા હતા અને બાળકોના અભ્યાસ અંગે સવાલ કર્યા બાદ શિક્ષિકાને એક થેલી આપીને કહ્યું, ‘તારા માટે વડોદરાથી ગિફ્ટ લાવ્યો છું, ગમે તો મળવા આવ.’
શિક્ષિકાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
થોડા સમય બાદ શિક્ષિકાએ થેલી ખોલીને જોતા અંદર આંતરવસ્ત્રો મળી આવતા તે ડઘાઈ ગઈ હતી. શિક્ષિકા તરત જ પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચી અને સમગ્ર બાબત જણાવી હતી અને ટ્રસ્ટીને પણ ઠપકો આપ્યો હતો. આ ટ્રસ્ટીએ બદઈરાદાથી આંતરવસ્ત્રો ભેટમાં આપ્યા હોવાથી શિક્ષિકા ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગઈ હતી અને છેડતીના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી.
ધરપકડ બાદ જામીન પર છૂટ્યા ટ્રસ્ટી
ફરિયાદને પગલે પોલીસ દ્વારા વૃદ્ધ ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે શિક્ષાનું ધામ ગણાતી શાળામાં વિદ્યાર્થીઓ સામે જ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલી આ વિચિત્ર હરકતનો કિસ્સો ભરૂચમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT